ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો હાલ ખાલી જ રહેશે

10 April 2020 05:10 PM
Rajkot Gujarat
  • ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો હાલ ખાલી જ રહેશે

કોરોનાથી ચૂંટણી મુલત્વી રહેતા રાજકીય તડજોડમાં હાલ બ્રેક

રાજકોટ તા.10
ગુજરાતમાં કોરાનાની સ્થિતિને કારણે રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણી મુલત્વી રહી છે અને તેને કારણે તા.14ના રોજ જે ચાર બેઠકો ખાલી થશે તે હાલ ખાલી જ રહેશે અને તેની ચૂંટણી કોરોનાની સ્થિતિ નિશ્ર્ચિત થયા બાદ કરવામાં આવશે.

ભાજપના ત્રણ સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા, ચુનીભાઈ ગોહેલ અને લાલસિંહ વાડોદરીયા તથા કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી નિવૃત થયા છે. અગાઉ તા.26 માર્ચના રોજ આ ચૂંટણી યોજાવાની હતી પરંતુ તે હવે મુલત્વી રાખવાની ફરજ પાડી છે. ચૂંટણી પંચ હવે આ ચાર બેઠકો માટે નવુ નોટીફીકેશન બહાર પાડશે.

આ ચાર બેઠક પર પાંચ ઉમેદવારો છે જેમાં ભાજપના અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમીનનો સમાવેશ થાય છે. કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહીલ છે તેમાંથી ચાર લોકો ચૂંટાવાના છે. ભાજપે કોંગ્રેસ પાસેથી એક બેઠક આંચકવા તેના સાત જેટલા ધારાસભ્યોને રાજીનામા અપાવ્યા છે પરંતુ ચૂંટણી મુલત્વી રહેતા આ ધારાસભ્યોને પુન: ચૂંટાવાની તૈયારી પણ વિલંબમાં પડશે.


Loading...
Advertisement