ગુજરાતમાં ફસાયેલા બ્રિટીશ નાગરિકો માટે તા.13 અને 15 એપ્રિલે ખાસ ફલાઈટ ઉપડશે

10 April 2020 05:10 PM
Rajkot Gujarat
  • ગુજરાતમાં ફસાયેલા બ્રિટીશ નાગરિકો માટે તા.13 અને 15 એપ્રિલે ખાસ ફલાઈટ ઉપડશે

ટ્રાવેલ એજન્ટ એસો. સૌરાષ્ટ્ર-કચ્છ ચેપ્ટરના પ્રયાસો સફળ: ખાસ લીન્ક પર રજીસ્ટ્રેશન થઈ શકશે

લોકડાઉનના કારણે ગુજરાતમાં ફસાઈ ગયેલા બ્રિટીશ નાગરિકો માટે તા.13 અને 15 એપ્રિલના અમદાવાદથી લંડનની ખાસ ફલાઈટ રવાના થશે.
ટ્રાવેલ એજન્ટ એસો. સૌરાષ્ટ્ર-કચ્છ ચેપ્ટરની માહિતી મુજબ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં બ્રિટીશ નાગરિકો લોકડાઉનને કારણે ફસાયા હતા તેઓને બ્રિટન પહોંચાડવા માટે અગાઉ ખાસ ફલાઈટ ઉડી હતી. પરંતુ તેમ છતાં હજુ અનેક બ્રિટીશ નાગરિકો ગુજરાતમાં ફસાયા છે અને હાલની સ્થિતિ મુજબ તેઓ દિલ્હી કે મુંબઈ પહોંચી શકે તેમ નથી અને તેથી રાજકોટ કે અમદાવાદથી તેઓને બ્રિટન પહોંચાડવા માટે સરકારને ખાસ વિનંતી કરવામાં આવી હતી જે માન્ય રાખવામાં આવી છે. તા.13 અને 15 એપ્રિલના અમદાવાદથી બે ફલાઈટ બ્રિટન જવા રવાના થશે. જેમાં જે લોકો જોડાવા ઈચ્છતા હોય તેઓએ પોતાના નામ રજીસ્ટર્ડ કરાવવા પડશે જે માટે ખાસ લીન્ક આપવામાં આવી છે. આ નાગરિકોને અમદાવાદ પહોંચવા માટે પણ ખાસ વ્યવસ્થા કરાશે. ચેપ્ટરના જણાવ્યા મુજબ આ રીતે જ અમેરિકા કે કેનેડાના નાગરિકો જેઓ ગુજરાતમાં ફસાયા છે તેઓ માટે તથા અન્ય દેશોમાં જે ભારતીય ફસાયા છે તેમને પણ સ્વદેશ પહોંચાડવા માટે ટ્રાવેલ એજન્ટ એસો.ના દરેક ચેપ્ટર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટેની ખાસ લીન્ક નીચે આપવામાં આવી છે.
https://etm.eventsair.com/uk-government-charter-india/fco-835-charter-ahmedabad/Site/Register


Loading...
Advertisement