લોકડાઉન લંબાય તો મારા પરિવારનું ગુજરાન મુશ્કેલ !

10 April 2020 05:10 PM
Rajkot Saurashtra
  • લોકડાઉન લંબાય તો મારા પરિવારનું ગુજરાન મુશ્કેલ !

રૈયાગામમાં વસતા સચિન જેઠવાની હૈયાવરાળ

રાજકોટ,તા. 10
રાજકોટ શહેરના રૈયા ગામમાં રહેતા જેઠવા સચિન કે જેનો પરિવાર ઘેર બેઠા સિલાઈ કામ કરીને ગુજરાન ચલાવે છે તેઓએ એવો ભય દર્શાવ્યો છે કે જો લોકડાઉનની મર્યાદામાં વધારો થાય તો તેમને અને તેમના પરિવારને ગુજરાન ચલાવવું ભારે મુશ્કેલ બની જાય તેમ છે.

સચીન જેઠવાએ જણાવેલ હતું કે સરકારના આદેશ અનુસાર તેઓ અને તેનો પરિવાર લોકડાઉનનું પાલન કરે છે અને તેઓ ઘેર બેઠા સિલાઇ કામ કરી તેનું અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ જો લોકડાઉનની મુદત વધી જાય તો તેમને અને તેમના પરિવાર માટે મુશ્કેલી વધી જાય તેમ છે કેમ કે છેલ્લા ઘણા દિવસોથી કામ પણ મળતું બંધ થઇ ગયું છે.

તેઓએ જણાવેલ હતું કે સરકારની રાહત મુજબ તેઓ પાસે બીપીએલ કાર્ડ છે તો તે મુજબ અનાજ પણ મળી રહે છે પરંતુ આ પુરતુ નથી. તેઓએ જણાવેલ હતું કે હાલ કામના અભાવે પરિવારની પરિસ્થિતિ સારી નથી. તેઓએ એવું પણ જણાવેલ હતું કે તેઓના ઘરની આજુબાજુમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન વિતરણ કરાય છે પરંતુ તેમના પરિવારની આવી પરિસ્થિતિ નથી કે જ્યાં જમવા લેવું જવું પડે. આથી સરકાર વહેલી તકે લોકડાઉનમાં રાહત આપે તે જરુરી છે.


Loading...
Advertisement