રાજયના 26 જિલ્લાઓમાં 31 ડેઝીગ્નેટેડ કોવીડ-19 હોસ્પિટલ કાર્યરત કરાશે

08 April 2020 06:20 PM
Ahmedabad Gujarat
  • રાજયના 26 જિલ્લાઓમાં 31 ડેઝીગ્નેટેડ કોવીડ-19 હોસ્પિટલ કાર્યરત કરાશે

કોરોનાના દર્દીઓની સારવાર માટે રાજય સરકારના મંત્રી મંડળનો નિર્ણય : મેનેજમેન્ટ કમિટીની રચના

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ્રસ્તોની સઘન સારવાર માટે રાજ્યના ર6 જિલ્લાઓમાં 31 જેટલી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ હોસ્પિટલો એપીડેમિક એકટ 1897 અને ધી ગુજરાત એપીડેમિક કોવિડ-19 રેગ્યુલેશન ર0ર0 અંતર્ગત કાર્યરત કરવામાં આવી છે. રાજ્યમાં આવી ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલોના રોજબરોજના સંચાલન, કામકાજ અને નિયંત્રણ દેખરેખ માટે એક મેનેજમેન્ટ કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે. ડેઝિગ્નેટેડ કોવિડ-19 જાહેર થયેલી આ ખાનગી હોસ્પિટલોનો આરોગ્ય, તબીબી, પેરામેડિકલ સ્ટાફને જવાબદારીઓ પણ સોંપી દેવાઇ છે.
કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકારે જિલ્લા કલેકટરોને તેમના જિલ્લામાં ઉપલબ્ધ કોઇ પણ ડોકટર અને પેરામેડિકલ સ્ટાફની સેવાઓ આ રોગ નિયંત્રણ હેતુસર લેવા માટેના સત્તાધિકારો પણ આપ્યા છે.
રાજ્યમાં હાલની સ્થિતીએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં કુલ રર00 બેડની ડેડીકેટેડ કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત છે. અન્ય ર8 જિલ્લામાં કુલ 3ર00 બેડની ક્ષમતા અને વેન્ટીલેટર તથા ફેસેલીટીઝ સાથેની હોસ્પિટલો નજીકના ભવિષ્યમાં શરૂ થવામાં છે. આજે રાજ્ય મંત્રીમંડળે ર6 જિલ્લામાં 31 ખાનગી હોસ્પિટલોને ડેઝીગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરતાં કુલ 4064 બેડની ક્ષમતા વધવાની છે.
આમ, સમગ્ર ગુજરાતમાં કોવિડ-19 કોરોના વાયરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ 9464 બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો સાથે ગુજરાત આ મહામારીના પડકારને પહોચી વળવા સજ્જ થયું છે. જે ર6 જિલ્લાઓમાં 31 ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે તેની યાદી આ મુજબ છે


Loading...
Advertisement