કોરોના કેસો વધતા સરકાર સાવધ : લોકડાઉનનો કડક અમલ કરાવવા સૂચના

08 April 2020 06:18 PM
Ahmedabad Gujarat
  • કોરોના કેસો વધતા સરકાર સાવધ : લોકડાઉનનો કડક અમલ કરાવવા સૂચના

મુખ્યમંત્રીની કલેકટર-કમિશ્નર સાથે વિડીયો કોન્ફરન્સ

રાજ્ય સરકાર લોક ડાઉનનો કડક અમલ કરાવવા માટે કટિબદ્ધ બની છે. અને આ માટે આજે પણ વિજયભાઈ રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વિડિયો કોન્ફરન્સિંગ થી કાયદાનો કડક અમલ કરાવવા માટે સુચના આપી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતા માં બનેલી હાઈ પાવર કમિટીમાં લોક ડાઉનની અસર અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
તો બીજી તરફ કોરોના વાયરસ ની સંક્રમિત અસરથી વધતા જતા કેસ અને આ ચેપ ફેલાય નહીં તેની સતત ચિંતા સરકાર કરી રહી છે. અને આવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર કોઈપણ જાતનું જોખમ ઉઠાવવા માગતા નથી અને એટલા માટે તમામ જગ્યાએ લોક ડાઉનનો કડક અમલ કરાવવા માટે વિડિયો કોન્ફરન્સિંગ થી તમામ કલેકટરો, મ્યુનિસિપલ કમિશનર ને સૂચના આપી હોવાના અહેવાલ છે .
અત્રે નોંધનીય છે કે વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં બનેલી હાઈપાવર કમિટી માં દરરોજ અલગ-અલગ મુદ્દે સમીક્ષા કરવામાં આવતી હોય છે. જેમાં રાજ્યના તમામ કલેક્ટરો, કમિશનર, જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનર પાસેથી તેમના જિલ્લાની લોક ડાઉન ની સ્થિતિ અને તે દરમિયાન મળેલી નાગરિકોની ફરિયાદો અને રજૂઆતો માટે પણ સરકાર સમીક્ષા કરતી હોય છે . જોકે યોગ્ય રજૂઆતો અને ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવા માટે પણ જિલ્લાના વડા ને સરકાર સીધી સૂચના આપીને તેનું નિરાકરણ કરે છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત ચેપ ની સંખ્યા વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર લોક ડાઉન નો કડક અમલ કરાવવા રાજ્યના તમામ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને નાગરિકોની જરૂરીયાત પૂરી પાડીને પણ કાયદાનો કડક અમલ કરાવવા કટિબદ્ધ બની છે.


Loading...
Advertisement