રાજયના તમામ ધારાસભ્યોના પગારમાં એક વર્ષ સુધી 30 ટકાનો કાપ : રકમ કોરોના ફંડમાં જમા થશે

08 April 2020 05:26 PM
Ahmedabad Gujarat
  • રાજયના તમામ ધારાસભ્યોના પગારમાં એક વર્ષ સુધી 30 ટકાનો કાપ : રકમ કોરોના ફંડમાં જમા થશે

સ્થાનિક વિકાસની ગ્રાંટ પણ આકસ્મિક ભંડોળમાં મૂકવાનો રાજય સરકારનો નિર્ણય

રાજયમાં લોકડાઉન અને કોવિડ 19 માટે તમામ ધારાસભ્યો તમામ મંત્રીઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને વિપક્ષી નેતા સહિત તમામ જનપ્રતિનિધિઓ નો એક વર્ષ સુધી 30 ટકાનો કાપ મૂકીને તે રકમનો ઉપયોગ સંક્રમિત કોરોનાવાયરસ મા સપડાયેલા નાગરિકોની આરોગ્ય સુવિધા માટે વાપરવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હોવાનું અગ્ર સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
આ અંગેની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંડળની કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે તમામ પક્ષના ધારાસભ્યો સહિત વિધાનસભા અધ્યક્ષ અને મંત્રીઓનો પણ મળવાપાત્ર પગાર રકમ માં એક વર્ષ સુધી 30 ટકાનો કાપ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત ધારાસભ્યોને મળવાપાત્ર સ્થાનિક વિકાસ ની ગ્રાન્ટ પણ આકસ્મિક જ ભંડોળમાં જમા કરાવવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે તો બીજી તરફ 273 કરોડ રૂપિયાની રકમ વર્ષ 2021 માટે કોવિડ 19 ના ખર્ચ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે આજે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રદિપસિંહ જાડેજા ફ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજી હતી તો બીજી તરફ રાજ્ય સરકારે જીએસટી રિટર્ન ભરવાની મુદ્દત અંગે પણ કેટલાક નિર્ણયો કર્યા હોવાનું સ્વીકાર કર્યો હતો જેમાં અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે જીએસટી એક્ટમાં ભારત સરકારે જે સુધારા કર્યા છે તેના આનુષાંગિક ગુજરાત સરકારે પણ કેટલાક સુધારા કર્યા છે જેનું મુદત ની સમય મર્યાદા વધારવાની ઘટાડવા સહિતના અન્ય મુદ્દા નું નોટિફિકેશન ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેતો આપ્યા છે.


Loading...
Advertisement