હવે દવાના બહાના નહીં ચાલે: એક ફોન માત્રથી મેડીસીન ઘરે પહોંચશે

08 April 2020 05:13 PM
Rajkot Gujarat
  • હવે દવાના બહાના નહીં ચાલે: એક ફોન માત્રથી મેડીસીન ઘરે પહોંચશે

પોલીસે મેડીલક સ્ટોર્સ ધારકો સાથે પરામર્શ કરી લોકોને દવાની ફ્રી હોમ ડીલેવરી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી:પેમેન્ટ ઓનલાઇન અને કેશ ઓન ડીલેવરીનો પણ વિકલ્પ મળશે

રાજકોટ તા 8
શહેરમાં લોકડાઉન દરમ્યાન મોટા ભાગના આમ પ્રજાજનો પોતાની દવાઓ લેવાના કારણો દર્શાવીને બહાર નીકળે છે.પણ હવે આવા બહાના ચાલશે નહીં, પોલીસે મેડિકલ સ્ટોર્સ ધારકો સાથે વાતચીત કરી લોકોને કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા પોતાના ઘરે જ દવા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ લોક ડાઉન દરમ્યાન આમ પ્રજાજનોને મેડીકલ દવાઓ લેવામાં રાહત થાય અને લોકોને પોતાના ઘરથી બહાર નીકળવું ન પડે તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, અને ડી.સી.પી. ઝોન-ર મનોહરસિંહ જાડેજાની રાહબરી હેઠળ રાજકોટ શહેરમાં આવેલા તમામ મેડીકલ સ્ટોર્સ ધારકો સાથે પરામર્શ કરી લોકોને ધર બેઠા મેડીકલ દવાઓ મળી રહે, ફાયદો થાય તેવું આયોજન ઘડી કાઢ્યું છે.

શહેરના જે જે મેડીકલ સ્ટોર્સ ખાતેથી મેડીકલ દવાઓ મળનાર છે તેના નામ અને મોબાઇલ નંબરા ટેલીફોન નંબરની વિગત સાથેની પત્રીકા (પેમ્પલેટ)નું દરેક ચેક પોસ્ટ પર વિતરણ કરવામાં આવનાર છે. જે લોકોએ મેડીકલ દવાઓ મેળવવાની છે તેઓએ પત્રીકામાં દર્શાવેલ ટેલીફોન નંબર/મોબાઇલ નંબર ઉપર ફોન/કોલ કરવાથી મેડીકલ સ્ટોર્સ દ્વારા ઘર બેઠા કેશ ઓન ડીલેવરીથી દવાઓ પહોંચાડવામાં આવશે.

રાજકોટ શહેર ખાતે સેવા ભારતી" સંસ્થાના કાર્યકરો દ્વારા લોકોને મેડીકલ દવાઓ કોલ કર્યાના બે થી ત્રણ કલાકમાં ફ્રી હોમ ડીલેવરીથી કરનાર છે, અને તેનું પેમેન્ટ ઓન લાઇન" અથવા દવા મળયે કેશ-ઓન ડીલેવરી" દ્વારા કરી શકાશે. સેવા ભારતી સંસ્થા ધ્વારા હાલમાં પાંચ મેડીકલ સ્ટોર્સ સાથે સંયુકત રીતે મેડીકલ દવાની ડીલેવરી આપવાનું શરૂ કર્યું છે.


Loading...
Advertisement