રાજકોટ ગ્રામ્ય પોલીસનાં 1421 કર્મચારીની આરોગ્ય ચકાસણી કરાઈ : તમામ સંપુર્ણ ફીટ

08 April 2020 01:15 PM
Rajkot Saurashtra
  • રાજકોટ ગ્રામ્ય પોલીસનાં 1421 કર્મચારીની આરોગ્ય ચકાસણી કરાઈ : તમામ સંપુર્ણ ફીટ

રાજકોટ,તા. 8
લોકડાઉનમાં શહેર પોલીસની જેમ રુરલ પોલીસમાં બંદોબસ્તમાં તૈનાત 1421 સુરક્ષા જવાનોનું મેડીકલ ચેકઅપ કરાવાયું હતું. શહેરની ખાનગી હોસ્પિટલ ઉપરાંત જિલ્લા વિસ્તારનાં અલગ અલગ આરોગ્ય કેન્દ્રોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ અને સેનેટાઈઝરની મદદથી 662 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ, 16 એસઆરપી, 176 હોમગાર્ડસ, 528 જીઆરડી જવાન અને 39 ટીઆરબી મળી કુલ 1421 જવાનોની મડીકલ તપાસણી કરવામાં આવી હતી. તમામના બ્લટપ્રેસર, ડાયાબિટીઝ, કીડની અને શ્ર્વાસોચ્છવાસની ક્રિયાની તપાસણી કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે, તમામના રિપોર્ટ નોર્મલ આવ્યાં છે. અને સંપુર્ણ ફીટ છે. તેમજ બાકી રહેલાં અન્ય કર્મચારીઓની મેડીકલ તપાસણી ટુંક સમયમાં કરવામાં આવશે. રાજકોટ ગ્રામ્ય પોલીસનાં એસપી બલરામ મીણાનાં માર્ગદર્શન હેઠળ જેતપુર એએસપી સાગર બાગમાર, ડીવાયએસપી પી.એસ. ગૌસ્વામી, એસટી એસસી સેલનાં એસ.એસ. મહેતા, ગોંડલ ડીવાયએસપી પી.એ. ઝાલા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


Loading...
Advertisement