કોરોના વાઈરસના પગલે ગિરનાર રોપ-વે પ્રોજેકટનું કામ ઠપ્પ: ઈજનેરો પરત ફર્યા

08 April 2020 01:14 PM
Junagadh Saurashtra
  • કોરોના વાઈરસના પગલે ગિરનાર રોપ-વે પ્રોજેકટનું કામ ઠપ્પ: ઈજનેરો પરત ફર્યા

લોકડાઉન ખુલ્યા બાદ પુન: કામ શરૂ થવાની ધારણા: પ્રોજેકટનું મોટા ભાગનું કામ પૂર્ણતા પર પહોંચ્યુ હતું

જુનાગઢ તા.8
દાયકાઓથી જેની કાગાડોળે રાહ જોવાતી હતી અનેક વિટંબણાઓ બાદ અંતે ગિરનાર રોપવે સરકાર થયો અને રાત દિવસ યુધ્ધના ધોરણે; કામ ચાલતું હતું પરંતુ કહેવત મુજબ પૂછડીએ આવીને કડીયારી થયા તેમ થોડું જ કામ બાકી હતું. ઉદઘાટનની તૈયારીઓ ચાલતી હતી ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગરથી જુનાગઢ દોડી આવ્યા હતા. ત્યાંજ કોરોના નામના વાઈરસના પગલે ગીરનાર રોપવેનું કામ પણ ઠપ્પ થઈ જવા પામ્યું છે.
વિદેશ ઓસ્ટ્રેલીયાથી આવેલા બે ઈજનેરો પણ પરત જતા રહ્યા છે. હવે લોકડાઉન ખુલશે વિશ્ર્વમાં કોરોના નથાશે ત્યારે બાકી રહેલ કામ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરાશે. મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
વિદેશથી આવનાર ઈજનેરો કોરાનાના લીધે આવી શકે તેમ નથી. જુનાગઢ હતા તે બે ઈજનેર પરત જતા રહ્યા છે. અત્યારે અંબાજી ખાતે અપરસ્ટેશનનું કામ કપ્લીટ થઈ ગયું છે.1100 પગથીયા પર ટાવર સૌથી હેવી જબ્બો હશે તે ટાવરના માળખાની કામગીરી હજુ અધુરી છે. સૌથી ઉંચો 30 મીટરનો ટાવર જૈન દેરાસર પાસેનો છે તેનું કામ તેમજ અપરસ્ટેશન પાસેના કામો થઈ ગયા છે.


Loading...
Advertisement