જામનગર નજીક દરેડમાં કોરોના વાયરસથી બાળકના મૃત્યુ પછી અન્ય 32 વ્યક્તિઓના સેમ્પલો લેવાયા

08 April 2020 01:08 PM
Jamnagar Saurashtra
  • જામનગર નજીક દરેડમાં કોરોના વાયરસથી બાળકના મૃત્યુ પછી અન્ય 32 વ્યક્તિઓના સેમ્પલો લેવાયા

આરોગ્ય તંત્ર ભારે સતર્કતા વચ્ચે કરી રહ્યું છે કામગીરી: જામનગર જિલ્લાના 31 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1 દર્દીનો કરાયો હતો રિપોર્ટ: તમામ 32 સેમ્પોના રિપોર્ટ નેગેટીવ આવ્યાની જિલ્લા કલેક્ટરે કરી જાહેરાત

જામનગર તા.8
જામનગરમાં કોરોનાથી પ્રથમ મોત બહાર આવતા શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર તાલુકાના દરેડ ગામમાં એક શ્રમિક પરિવારના 14 મહિનાના બાળકનું કોરોના વાયરસના સંક્રમિત બન્યા પછી મૃત્યુ નિપજતાં જામનગરનું વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે, અને દરેક વિસ્તારમાં ફરીથી આરોગ્ય વિભાગની ટીમ દોડતી કરી દેવાઈ છે. અને બાળકના મકાન અને આસપાસના વિસ્તારમાંથી તેમ જ બાળકના પરિવાર સાથે સંપર્કમાં આવેલી કુલ 31 વ્યક્તિના સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1 શંકાસ્પદ દર્દીના સેમ્પલની જામનગરની જી.જી હોસપીટલ તપાસ કરવામાં આવી હતી. આ તમામ 32 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું જિલ્લા કલેક્ટર રવિશંકરે જાહેર કર્યું છે.
જામનગર નજીક દરેડમાં શ્રમિક પરિવારના 14 મહિનાના બાળકનું ગઈકાલે રાત્રે જામનગરની જી.જી હોસ્પિટલમાં કોરોનાવાયરસની બીમારીના કારણે મૃત્યુ થયા પછી જામનગર જીલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. બાળક જે વિસ્તારમાં રહેતું હતું તે દરેડનો સમગ્ર વિસ્તાર બે દિવસથી સીલ કરાયો છે. પરંતુ બાળકના મૃત્યુના અહેવાલ પછી તેના આસપાસના મકાનોમાં રહેતા ઉપરાંત બાળકના પરિવાર સાથે જોડાયેલી અન્ય વ્યક્તિ અને તેના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ વગેરે મળી કુલ 31 લોકોના સેમ્પલો લેવામાં આવ્યા અને જામનગરની જી.જી.હોસ્પિટલમાં તમામ ની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક શંકાસ્પદ દર્દીનું બ્લડ સેમ્પલ રિપોર્ટ માટે જામનગર આવ્યું હતું. આ તમામ 32 દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
જામનગર જિલ્લા આરોગ્ય તંત્ર જીલા કલેકટરના માર્ગરદર્શન હેઠળ આ મામલે ભારે સતર્કતા દાખવી રહ્યું છે. અને પ્રત્યેક વ્યક્તિને શોધી લીધા પછી દરેડ વિસ્તારમાં જ હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા.


Loading...
Advertisement