કોરોના કામગીરી સાથે સંકળાયેલા સરકારી કર્મચારીનું અવસાન થાય તો 25 લાખ સહાય અપાશે

07 April 2020 06:12 PM
Ahmedabad Gujarat
  • કોરોના કામગીરી સાથે સંકળાયેલા સરકારી કર્મચારીનું અવસાન થાય તો 25 લાખ સહાય અપાશે

રેવન્યુ-મનપા-આરોગ્ય-સફાઇ-પુરવઠા નિગમ-રેશનીંગ દુકાનદારોનો પણ સમાવેશ થયો

રાજ્ય સરકાર ના કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસ કોવિડ 19 ની કામગીરી સાથે સંકળાયેલા હોય અને તેના કારણે કર્મચારીનું અવસાન થાય તો રાજ્ય સરકાર આવા કર્મચારીના પરિવાર ને 25 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય વિજય ભાઈ રૂપાણી એ કર્યો છે.
આ અંગેની વિગતો આપતાં અગ્ર સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજય સરકારે આ અગાઉ પોલીસ કર્મીઓ માટે અને ત્યાર બાદ નગર પાલિકા , મહા નગર પાલિકાના સફાઈ અને. આરોગ્ય કર્મીઓ ,રેવન્યુ મહેસુલી કર્મચારીઓ, તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને સરકાર માન્ય સસ્તા અનાજ ના દુકાન ધારકો ને કોરોના વાયરસ સંદર્ભ ની ફરજ સેવા દરમ્યાન કોવિડ 19 થી મૃત્યુ ના કિસ્સા માં આવી 25 લાખ ની સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારના સેવારત કોઈપણ કર્મચારી નું કોરોના વાયરસ સંદર્ભની કામગીરી દરમ્યાન કોરોના ની અસર થી મૃત્યુ થાય તો તેમના પરિવાર ને પણ 25 લાખ રૂપિયા ની સહાય આપવાનો નિર્ણય કર્યો હોવાનો સ્વીકાર કર્યો છે.
આ ઉપરાંત રાજય સરકારે લોક ડાઉન અંતર્ગત ખેડૂતો માટે લીધેલા નિર્ણયો ની માહિતી આપતાં અશ્વિની કુમારે જણાવ્યું હતું કે ગુજરાત માં અત્યાર સુધીમાં 40 લાખ કરતાં વધુ ખેડૂત ખાતેદારો માટે વર્તમાન સ્થિતિમાં સરકારે નિર્ણય કર્યો છે કે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં આવા 40 લાખ થી વધુ ખેડૂત ખાતેદારોના બેંક એકાઉન્ટ માં ચાલુ નાણાકીય વર્ષ ની સહાય ના પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે પ્રત્યેક ખેડૂત ખાતેદાર ને 2000 ની સહાય તેમના ખાતાં માં જમા કરાવી દેવામાં આવી છે. જે પેટે કુલ 800 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે જમાં કરાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના દરેક ખેડૂત ખાતેદાર ને વર્ષ દરમ્યાન 3 હપ્તા માં કુલ 6000 રૂપિયાની સહાય ભારત સરકાર આપે છે.
ત્યારે વર્તમાન સ્થિતિ એ કોરોના અને લોક ડાઉન ની સ્થિતીમાં દેશભરના 4.91 કરોડ ખેડૂત ખાતેદારો ને રાહત આપતા 2000 રૂપિયા ના પ્રથમ હપ્તા પેટે કુલ 62 હજાર કરોડ ની સહાય રકમ આપવામાં આવી હોવાનું અગ્ર સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.


Loading...
Advertisement