કોરોના હોટસ્પોટ 24 વિસ્તારમાં શંકાસ્પદ 1000 વ્યકિતઓના સેમ્પલ લેવાયા : પોઝીટીવ કેસ વધવાની ભીતિ

07 April 2020 05:35 PM
Ahmedabad Gujarat
  • કોરોના હોટસ્પોટ 24 વિસ્તારમાં શંકાસ્પદ 1000 વ્યકિતઓના સેમ્પલ લેવાયા : પોઝીટીવ કેસ વધવાની ભીતિ

સંક્રમણ ચેન તોડવા સરકારના આક્રમક પગલા : સાંજે મહત્વનો નિર્ણય

ગુજરાતમાં કોરોનાવાયરસ ના વધતા જતા કેસ વચ્ચે સરકાર દ્વારા વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવતા હોય છે જે અંતર્ગત અત્યાર સુધીમાં 3,040 વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે . પરંતુ આજે વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં બનેલી હાઈ પાવર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હોટસ્પોટ વિસ્તારમાંથી ગત રાત્રી દરમ્યાન શંકાસ્પદ લાગતા 1000 વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ત્યારે આજે સાંજ સુધીમાં તબક્કાવાર રિપોર્ટ આવવાના શરૂ થઈ જશે જેમાં સંભવિત રીતે સંખ્યા વધી શકે છે. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં સરકાર દ્વારા હોટસ્પોટ તરીકે 15 સ્થળોને નક્કી કરવામાં આવ્યા છે અને આ વિસ્તારોમાં કોરોનાવાયરસ ને ડામવા માટે સરકારે એક્શન પ્લાન બનાવી દીધો છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા 5 શહેરોના હોટસ્પોટ તરીકે 24 વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે .
જેમાં શિફ્ટ પ્રમાણે 328 સેવારત કર્મચારીઓ 1,45000 વસ્તી ધરાવતા આ હોટ સ્પોટ વિસ્તારોમાં મેડિકલ ની વિવિધ ટીમ દ્વારા સેનેટાઈજેશન , ડોર ટુ ડોર સર્વે , તેમજ ગાઈડ લાઇન મુજબ કામગીરી કરવામાં આવી રહ્યો છે .
આ ઉપરાંત સામાન્ય લક્ષણો જેવા કે તાવ શરદી અને ગળુ દુખવા ફરિયાદી દ્વારા કિસ્સાઓમાં પણ રાજ્ય સરકાર ગફલતમાં રહેવા માંગતી નથી . અને એટલે જ ક્લસ્ટર કરાયેલા તમામ વિસ્તારોમાં રહેતા એક હજાર જેટલા લોકોના ટેસ્ટ લેવામાં આવ્યા છે .
અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકારે લીધેલા ટેસ્ટના રિપોર્ટ અને તેની માહિતી આજે સાંજ થી આવવાની શરૂ થશે ત્યારે આ પરિસ્થિતિ અકલ્પનીય પણ આવી શકે છે . અને કોરોનાવાયરસ નો સંક્રમિત આંકડાની સંખ્યા સંભવિત રીતે વધે તેમ મનાઈ રહ્યું છે.
જો કે રાજ્ય સરકારે કોરોનાવાયરસ ના અંત માટે એક્શન પ્લાન બનાવી દીધો છે અને કડક લોક ડાઉન સહિત ગાઈડલાઈન મુજબ પગલા લેવામાં આવી રહ્યા છે . અને તેના થકી સંક્રમિત ચેન તોડવા માટે સરકાર પ્રયત્નશીલ બની રહી છે . નોંધનીય છે કે આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ એસ રવિએ એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે કોરોનાવાયરસ થી પીડાતા વ્યક્તિઓ પૈકી કોઇપણ બહારથી ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને પણ જો તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હશે. તો તેને નિયમ મુજબ 14 દિવસ કોરન ટાઈમ રાખ્યા બાદ 7 દિવસ પછી તેનું ફરીથી ચેકઅપ કરવામાં આવશે અને ત્યારબાદ આગળના નિર્ણય કરવામાં આવશે.


Loading...
Advertisement