જો હવે લોકડાઉન ભંગ કર્યો ‘તો વાહનો આ રીતે ‘ડીટેઈન’ રહેશે

07 April 2020 04:50 PM
Rajkot Saurashtra
  • જો હવે લોકડાઉન ભંગ કર્યો ‘તો વાહનો આ રીતે ‘ડીટેઈન’ રહેશે

ડીટેઈન વાહનો રાખવાની જગ્યા ખુટી પડી: નવુ મેદાન રખાયું

કોરોના સામેની લડાઈમાં દેશવ્યાપી લોકડાઉનનો ચૂસ્ત અમલ કરાવવા માટે પોલીસ વધુ કડકબની છે. પાસ વિના કે બીનજરૂરી રીતે બહાર નિકળતા લોકોના વાહનો જ જપ્ત કરવામાં આવી રહ્યા છે.

ગણતરીના દિવસોમાં 1700 વાહન જપ્ત થઈ ગયા છે. સામાન્ય રીતે ઢેબર ચોકમાં ડીટેઈન વાહનો રાખવામાં આવતા હોય છે પરંતુ ત્યાં જગ્યા ખુટી પડી છે હવે દોઢસો ફૂટ રોડ પર શીતલપાર્ક ખાતે નવા મેદાનમાં વાહનો રાખવામાં આવી રહ્યા છે.

આરટીઓ બંધ છે એટલે દંડ ભર્યા વિના વાહનો છુટવાના નથી. પોલીસે ફરી ચેતવણી દોહરાવી છે કે બીનજરૂરી રીતે બહાર નિકળ્યરા તો જપ્ત વાહનો આ રીતે દિવસો સુધી પડયા રહેશે, વાહનો છુટ્ટી નહીં શકે. (તસ્વીર: ભાવિન રાજગોર)


Loading...
Advertisement