પશ્ચીમ અમદાવાદમાં કોરોનાની એન્ટ્રી! બોડકદેવમાં ત્રણ પોઝીટીવ

07 April 2020 04:20 PM
Ahmedabad Gujarat
  • પશ્ચીમ અમદાવાદમાં કોરોનાની એન્ટ્રી! બોડકદેવમાં ત્રણ પોઝીટીવ

કોરોનાથી મૃત્યુ પામેલા વૃદ્ધના પત્ની ઉપરાંત બે મહિલા પોઝીટીવ : દેવરાજ એપાર્ટમેન્ટને કવોરન્ટાઈન કરવાની તૈયારી: તંત્ર સાબદુ

અમદાવાદ: ગુજરાતમાં કોરોના માટે હોટસ્પોટ બની ગયેલા અમદાવાદમાં પશ્ર્ચિમી વિસ્તારમાં કોરાનાના ત્રણ કેસ બોડકદેવમાંથી જ નોંધાતા તંત્ર માટે મોટી ચિંતા થઈ છે. અમદાવાદમાં અત્યાર સુધી તબલીગી જમાતના જે લોકો જૂના અમદાવાદના લઘુમતી વસતિવાળા ક્ષેત્રમાં ગયા હતા ત્યાંજ કેસ વધતા હતા પણ હવે આજે નવા 14 કેસોમાં બોડકદેવમાંથી ત્રણ કેસ આવ્યા છે. અગાઉ બોડકદેવમાં રહેતા વૃદ્ધનું કોરોનાના કારણે મૃત્યુ થયુ હતું. હવે તેના પત્નીને કોરોના પોઝીટીવ આવ્યા છે. અહી દેવરાજ ટાવર્સમાંજ બે કેસ સામે આવ્યા છે.
આજે 60 વર્ષના સોનલબેન શાહ અને 33 વર્ષના મોનલ શાહનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
એક જ ટાવરમાં રહેતા બેનો કોરોના પોઝીટીવ આવતા હવે દેવરાજ ટાવર્સને કવોરન્ટાઈનમાં મુકવા માટે તૈયારી શરૂ થઈ છે તે અગાઉ બોડકદેવમાં દેવપ્રીત એપાર્ટમેન્ટમાં રહેલા 67 વર્ષીય શૈલેષ ધ્રુવનું કોરોનાથી મૃત્યુ થયુ હતું હવે તેના પત્નીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.


Loading...
Advertisement