ન્યૂયોર્કના ઝૂમાં વાઘને કોરોનાનો ચેપ લાગ્યા પછી ગુજરાતના સિંહો મામલે ચિતા

07 April 2020 01:48 PM
Ahmedabad Gujarat
  • ન્યૂયોર્કના ઝૂમાં વાઘને કોરોનાનો ચેપ લાગ્યા પછી ગુજરાતના સિંહો મામલે ચિતા

માણસે પ્રાણીને ચેપ લગાડ્યાનો પ્રથમ કેસ બહાર આવતા ખળભળાટ

નાકમાંથી પાણી દદડતું હોય, શરીર તૂટી રહ્યું હોય, થકાવટ અનુભવાતી હોય અથવા ફલુ જેા અન્ય લક્ષણો માત્ર માણસ માટે જ નહીં, પ્રાણીઓમાં પણ ચિંતાનું કારણ બન્યા છે.
નોવેલ કોરોના વાઈરસના કારણે ન્યૂયોર્કમાં બ્રોન્ક્સ ઝૂમાં શ્ર્વાસની બીમારી માટે એક વાઘનો ટેસ્ટ પોઝીટીવ આવ્યા પછી ગુજરાતના વન વિભાગે એશિયાઈ સિંહોમાં આવી બીમારીની શક્યતા બાબતે એલર્ટ જાહેર કરી છે.
નિષ્ણાતો કહે છે કે ફલુ જેવા લક્ષણો સિંહોમાં સહેલાઇથી જોઇ શકાય છે.
વન્યપ્રાણી તજજ્ઞો અને અધિકારીઓનાં જણાવ્યા મુજબ ધારી વિસ્તારમાં તાજેતરમાં 8-12 સિંહોના મોત બીમારીનાં કારણે થયા હોય શકે. જો કે મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શક્યું નથી અને તપાસ ચાલુ છે.
2018માં બે માસમાં ટિકબોર્ન એબેયિોસિસ અને કોનાઈલ ડિસ્ટેમ્પર વાયરસ (સીડીપી)થી 29 સિંહોના મૃત્યુથી સતાવાળાઓમાં ચિંતા પ્રસરી હતી.ન્યૂયોર્કના ઝૂમાં માણસ પ્રાણીઓને ચેપ લગાડતો હોવાનો પ્રથમ કેસ બહાર આવતાં અતિ ચેપી રોગથી સિંહો સુરક્ષિત રહે તે માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. જો કે એક અધિકારીએ જણાવ્યું હતું કે ન્યુયોર્કમાં ટાઈગર ઝૂમાં રહેતો હતો. એથી વિપરીત સિંહો જંગલમાં રહેતા હોવાથી કોરોનાનો ચેપ તેમને લાગવાની શક્યતા ઓછી છે. પ્રાણીઓમાં રહેતા પ્રાણીઓ માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ માર્ગદર્શિકા જાહેર કરી છે.


Loading...
Advertisement