રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ગરીબોને 1008 રાશન કિટનું વિતરણ

07 April 2020 12:38 PM
Rajkot Saurashtra
  • રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ગરીબોને 1008 રાશન કિટનું વિતરણ

રાત્રે પોલીસ, સફાઈ કર્મી અને હોસ્પિટલ સ્ટાફને ચા-પાણી નાસ્તાની સેવા: 5000 માસ્ક નિ:શુલ્ક અપાયા

રાજકોટ તા.7
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને રાજપુતાના વિ. કોરોના ગ્રુપ દ્વારા રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા તથા બોટાદ જિલ્લા લોકોના દુ:ખમાં ભાગીદાર થઈને કોરોના વાઈરસ રોગના મહામારીના કપરા સમયમાં માનવતા દાખવીને ટોટલ 1008 રાશન કીટ વિતરણ અને 5000 માસ્ક વિતરણ કરીને માનવ સેવા યજ્ઞ કરેલ છે.
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા તથા દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને ચાર રાઉન્ડમાં 1008 રાશન કરિયાણાની કીટનું વિતરણ થયેલ છે. આ 1008 રાશન કીટની અંદાજે કિંમત ટોટલ દશ લાખ જેવી થાય છે. આ રાશન કીટનું અંદાજે વજન 20 કિ.ગ્રા. જેવું હતું તથા રાશન કીટમાં જરૂરી સામગ્રી ઘઉંનો લોટ, તેલ, ખીચડી, ચોખા, ચા, ખાંડ, મગ, ચના, મગદાલ, ડુંગળી, બટાટા, મીઠુ, ચટણી, હળદર, બીસ્કીટ વગેરે સામગ્રી હતી જે એક પરીવારને બંદર દિવસ સુધી ચાલી શકે તેટલા
સામાનનું વિતરણ તયેલ છે.
રાજકોટ જિલ્લાના પારેવડા ખાતે વાદી વસાહતમાં 150 રાશન કીટનું વિતરણ એસડીએમ ચરણસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ થયુ હતું. અને બીજી રાશન કીટોનું વિતરણ રાજકોટ શહેર, જિલ્લાના સ્લમ વિસ્તારોમાં તથા પડધરી ખાતે તથા બોટાદ જિલ્લામાં કરાયું છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા દાતાઓના સહયોગથી રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળો પર 5 હજાર માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.


Loading...
Advertisement