વન્ય પ્રાણીઓમાં કોરોના ફેલાતો અટકાવવા પગલા ભરો: જુનાગઢ સાંસદની રજૂઆત

07 April 2020 12:34 PM
Junagadh Saurashtra
  • વન્ય પ્રાણીઓમાં કોરોના ફેલાતો અટકાવવા પગલા ભરો: જુનાગઢ સાંસદની રજૂઆત

જુનાગઢ ઝુમાં પ્રાણીઓ માટે આઈસોલેશન ઝોન બનાવાયો

જુનાગઢ, તા. 7
બે વર્ષ પહેલા ગિર જંગલના લાખાણીયા રેન્જમાં ઈનફાઈટ બાદ કેનાઈનનો રોગચાળો ફેલાવતા અનેક સિંહો મોતને ભેટયા હતા કોરોના ન ફેલાય તે માટે નવ વિભાગે તકેદારી લેવાનું શરૂ કર્યુ છે.
જુનાગઢ સકકરબાગમાં પ્રાણીને ખોરાક આપનાર લોકોને તંત્રએ તાકીદ કરી છે કે, હાથમાં મોજા-માસ્ક પહેરીનેજ પ્રાણીને ખોરાક આપવો જેમાં પ્રાણીઓની સુરક્ષા જળવાઈ રહે. જુનાગઢ સકકરબાગ ઝુ પાછળ આઈસોલેશન ઝોન બનાવાયો છે. જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી સિંહ
સહિતના વન પ્રાણીઓમાં રોગ ન પ્રસરે તેના પગલા લેવા અને આંતર
રાષ્ટ્રીય તજજ્ઞોની મદદ લેવા માંગ કરી છે.
ન્યુયોર્કમાં એક ઝુમાં વાઘણને કોરોના પોઝીટીવ લક્ષણો જોવા મળ્યા હતા જેના પગલે ભારતમાં સેન્ટ્રલ ઝુ ઓથોરેટીએ દેશના તમામ ઝુમાં બીલાડી કુળના પ્રાણીઓ, વાનર અને તેના કુલના પ્રાણીઓના પાંજરાને ડીસ ઈન્ફેકટન કરી 24 કલાક દેખરેખ રાખવાની સુચના આપવામાં આવી છે. આ સુચનાના પગલે ગિર વિસ્તાર તમામનુ સફારી પાર્ક, એનીમલ સેન્ટર, વિગેરેમાં સિંહ, વાઘ, પાંજરાઓ સેનોરાઈઝ કરવાની સુચના આપવામાં આવી છે. ડી.ટી.વસાવડાએ જણાવ્યું છે કે 24 કલાક મોનીટરીંગ સીસીટીવી કે કેમેરાથી કરવામાં આવી છે તેના નજર રાખવામાં આવી રહી છે.


Loading...
Advertisement