જુનાગઢ સકકરબાગ ઝુમાં 9 સિંહ બાળ રમતા થયા: બે સિંહણે બચ્ચાને જન્મ આપ્યા

07 April 2020 12:30 PM
Junagadh Saurashtra
  • જુનાગઢ સકકરબાગ ઝુમાં 9 સિંહ બાળ રમતા થયા: બે સિંહણે બચ્ચાને જન્મ આપ્યા

ધારીમાં બચ્ચાવાળી સિંહણને જુનાગઢ ઝુમાં લાવવામાં આવી

જુનાગઢ તા.7
એપ્રિલના થોડા દિવસો પહેલા ટી8 નામની સિંહણને ત્યાં સકકરબાગ ઝુમાં 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો ત્યાં ફરી ગઈકાલે તા.6ના સિંહણે 3 બચ્ચાને જન્મ આપ્યો હતો. ઉપરાંત ધારી નજીક આંબરડી પાર્કમાં પણ સિંહણે 3 બચ્ચાને જન્મ આપ્યો હતો. અગાઉ આ સિંહણે તેના બચ્ચાને મારી નાખ્યા હતા. જેથી આ વખતે આ બચ્ચાઓને જુનાગઢ ઝુમાં ઉછેર માટે લઈ આવવામાં આવ્યા છે. આમ કુલ નવ સિંહ બાળ ઝુમાં કિલ્લોલ કરશે.

જુનાગઢમાં સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલ એશીયાટીક સિંહ સંવર્ધન કેન્દ્રમાં તા.1-4ના ડી 8 નામની સિંહણે બેનર એક માદા મળી કુલ ત્રણ સિંહબાળને જન્મ આપ્યો હતો. જયારે ગઈકાલે સકકરબાગ ઝુમાં ડી 11 નામની સિંહણના સફળ બ્રીડિંગથી ગર્ભવતી થઈ હતી. ગઈકાલે તેમણે 3 તંદુરસ્ત સિંહ બાળને જન્મ આપ્યો હતો. તેની તકેદારી રાખવામાં આવી રહી છે. ઉપરાંત આંબરડી નજીક શૈલજા નામની સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. અગાઉ આ શૈલજા સિંહણે તેના બચ્ચાને મારી નાખ્યા હતા. જેથી આ વખતે ત્રણેય બચ્ચાને તકેદારી રૂપે જુનાગઢ ઝુમાં લઈ આવવામાં આવતા કુલ 9 સિંહબાળો ખીલખીલાટ કરી રહ્યા છે.


Loading...
Advertisement