ભાજપના 40 મા સ્થાપના દિને મોદીનો કાર્યકર્તાઓને સંદેશ-એક થઈ સૌ ભારતને કોરોના મુકત કરો

06 April 2020 05:34 PM
India Politics
  • ભાજપના 40 મા સ્થાપના દિને મોદીનો કાર્યકર્તાઓને સંદેશ-એક થઈ સૌ ભારતને કોરોના મુકત કરો

ગૃહમંત્રી અમિત શાહ, અધ્યક્ષ નડ્ડા, રક્ષામંત્રી રાજનાથે પણ શુભકામના પાઠવી : 1980 માં તત્કાલીન નેતાઓ બાજપેયી, અડવાણી સહિતના નેતાઓના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થયેલી

આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો 40 મો સ્થાપના દિવસ છે, આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ (જેપી) નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને અનુરોધ કર્યો છે કે તેઓ કોવિડ-19 સામેની લડાઈમાં જરૂરતમંદોને મદદ કરે. ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ પાર્ટીના સ્થાપના દિને કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે 1980 માં ભાજપની સ્થાપના થઈ હતી. જો કે તે પહેલા તેનો પાયો 1951 માં શ્યામાપ્રસાદ મુખર્જીએ કોંગ્રેસથી અલગ થઈને ભારતીય જનસંઘની રચના કરી હતી. બાદમાં 1980 માં અટલ બિહારી બાજપાઈ, એલ.કે.અડવાણીના નેતૃત્વમાં તેનુ ભારતીય જનતા પાર્ટીનું નામકરણ થયુ હતું.
પાર્ટીના સ્થાપના દિને વડાપ્રધાન મોદીએ લોકોને શુભકામના આપતા જણાવ્યુ હતું કે, લોકો સામાજીક દૂરી રાખે. ભાજપનો સ્થાપના દિન એવા સમયે આવ્યો છે જયારે દેશ કોવિડ-19 સામે લડી રહ્યો છે. કાર્યકર્તાઓને હું આગ્રાહ કરૂ છું કે તેઓ પાર્ટીના અધ્યક્ષ નડ્ડાજીના આદેશોનું પાલન કરે અને સોશિયલ ડિસ્ટેસીંગ સાથે જરૂરતમંદોની સેવા કરે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી પાર્ટીના સ્થાપના દિને કાર્યકર્તાઓ અને દેશવાસીઓને શુભકામના પાઠવી જણાવ્યુ હતું કે, ભાજપના દરેક કાર્યકર્તાઓ કોરોના વિરૂદ્ધ લડાઈમાં મોદીજીના હાથ મજબૂત કરી રહ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યુ હતું કે, ભાજપ પોતાના સ્થાપનારા 40 વર્ષોમાં જ લોકશાહીનો સૌથી મોટો અને મજબૂત સ્તંભ બની ચૂકયું છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ ભાજપના 40 મા સ્થાપના દિને કોરોના વિસર્જન લડાઈમાં જરૂરતમંદોને મદદરૂપ થવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો છે.


Loading...
Advertisement