માયાણી ચોકમાં ચંદ્રેશનગરમાં રહેતા યુવરાજસિંહ ઝાલાનું બેભાન હાલતમાં મોત

04 April 2020 06:24 PM
Rajkot Crime
  • માયાણી ચોકમાં ચંદ્રેશનગરમાં રહેતા યુવરાજસિંહ ઝાલાનું બેભાન હાલતમાં મોત

ઉદયનગરનાં દિવ્યાંગ યુવાનનું બિમારી સબબ મોત : પરિવારમાં અરેરાટી

રાજકોટ,તા. 4
શહેરનાં માયાણી ચોકમાં ચંદ્રેશનગરમાં રહેતા યુવરાજસિંહ લાલુભા ઝાલા (ઉ.35) નામનો યુવાન બેભાન થઇ જતાં તેને સારવારમાં ખસેડવામાં આવતાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યાં હતાં. યુવરાજસિંહ ઝાલા સ્કુલ વાહન ચલાવતા હતાં. બે ભાઈનાં મોટા અને સંતાનમાં તેને એક પુત્ર છે.
અન્ય બનાવમાં મવડીનાં ઉદયનગરમાં રહેતા રાજપાલસિંહ બળદેવસિંહ જાડેજા (ઉ.24) નામના યુવાને બિમારીથી દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. યુવક દિવ્યાંગ હતો.અને ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો. તેમના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.


Loading...
Advertisement