મુખ્યમંત્રી રાહતનિધિમાં ખેતી બેંક દ્વારા રૂા.11 લાખનો ફાળો

04 April 2020 06:23 PM
Rajkot
  • મુખ્યમંત્રી રાહતનિધિમાં ખેતી બેંક દ્વારા રૂા.11 લાખનો ફાળો

કોરોના વાઈરસના વિશ્ર્વવ્યાપી સંક્રમણને વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્ર્વિક મહામારી જાહેર કરેલ છે ત્યારે સમગ્ર વિશ્ર્વના મોટાભાગના દેશોમાં આ મહામારીના કારણે આર્થિક મંદીની ખુબ મોટી અસર જોવા મળેલ છે. ખેતી બેંક દ્વારા તા.3/4/20ના રોજ મુખ્યમંત્રીના રાહતફંડમાં રૂા.11 લાખનો ફાળો મુખ્યમંત્રીને રૂબરૂમાં ખેતી બેંકના કસ્ટોડીયન પ્રતિક ઉપાધ્યાય તથા બેંકના જનરલ મેનેજર વી.એમ. ચૌધરીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.


Loading...
Advertisement