શાપરની ઓઇલ ફેકટરીમાં આગ ભભૂકી

04 April 2020 06:23 PM
Rajkot
  • શાપરની ઓઇલ ફેકટરીમાં આગ ભભૂકી
  • શાપરની ઓઇલ ફેકટરીમાં આગ ભભૂકી

શાપર-વેરાવળની રાજલક્ષ્મી ટ્રેડીંગમાં રાત્રિનાં સમયે આગ લાગવાની માહિતી મળતાં બેડીપરા ફાયર સ્ટેશન, કોઠારીયા રોડ ફાયર સ્ટેશન, મવડી ફાયર સ્ટેશન, તેમજ રેલનગર ફાયર સ્ટેશન તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ ફેકટરીમાં પડેલા 20 થી 22 હજાર લીટરનાં ઓઇલમાં લાગી હતી. ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચાડી મીકેનીકલ ફોર્મ તથા પાણીનો મારો ચલાવી આગ બુઝાવી કાઢી હતી. આગ લાગવાના સમયે ફેકટરીનાં માલીક રસીકભાઈ આડેસરા પણ ઘટનાસ્થળે હાજર હતાં. આગથી નુકસાન અને કારણ જાણવા મળેલ નથી. ફાયરબ્રિગેડનાં સ્ટાફ સામતભાઈ, મુબારકભાઈ અને રાહુલભાઈએ સમય સુચકતા દાખવી ફેકટરી અને ઓઇલનું એક ટેન્કર બચાવી લીધું હતું.


Loading...
Advertisement