ગોંડલ રોડ પર મહમદી બાગ પાસે ટેન્કર રાખવા મામલે યુવકને પાડોશીએ ધોકાવ્યો

04 April 2020 06:21 PM
Gondal Crime Rajkot
  • ગોંડલ રોડ પર મહમદી બાગ પાસે ટેન્કર રાખવા મામલે યુવકને પાડોશીએ ધોકાવ્યો

ગોંડલ રોડ પર મહમદીબાગમાં રહેતા ઇરફાન ઇકબાલભાઈ કુરેશી (ઉ.34) નામનો યુવાન આજે સવારનાં સમયે પોરબંદરથી ડીઝલનું ટેન્કર ખાલી કરીને ટેન્કર પાર્ક કરી ઘરે આવ્યો ત્યારે પાડોશી બાઉદીન અને તેમના ત્રણ દીકરા ફેઝલ, સરફરાઝ અને અરબાઝે અહી કેમ આવ્યો તેમ કહી માર માર્યો હતો. અને ઇરફાનને આડેધડ પાઈપ વડે માર મારતાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તેમને ટેન્કર સાઈડમાં પાર્ક કરવા મામલે માથાકૂટ થઇ હતી. આ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી આદરી છે.


Loading...
Advertisement