પીએમ-કેર્સ ફન્ડની સાથે મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફન્ડમાં ડોનેટ કરશે શાહરુખ અને ગૌરી

04 April 2020 06:16 PM
Entertainment
  • પીએમ-કેર્સ ફન્ડની સાથે મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફન્ડમાં ડોનેટ કરશે શાહરુખ અને ગૌરી

મહારાષ્ટ્ર, કલકત્તા અને દિલ્હીમાં કોરોના વાઈરસ સામે લોકોના જાન બચાવતા હેલ્થકેર કર્મચારીઓ માટે પચાસ હજાર પ્રોટેક્ટિવ કિટ પણ બનાવશે

મુંબઈ :
કોરોના વાઈરસના જંગમાં સરકારને મદદ કરવા માટે શાહરુખ ખાન અને ગૌરી ખાને સાથે મળી પીએમ-કેર્સ ફન્ડ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફન્ડમાં ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ મુંબઈ, કલકત્તા અને નવી દિલ્હીમાં પણ શાહરુખ મદદ કરવાનો છે એટલું જ નહીં, શાહરુખ અને ગૌરી ખાન તેમના બિઝનેસ પાર્ટનર જુહી ચાવલા મહેતા અને જય મહેતા સાથે મળીને ટી20 ક્રિકેટ સિરીઝનું આયોજન કરશે. એમાંથી જમા થનાર રકમને તેઓ પીએમ-કેર્સ ફન્ડમાં ડોનેટ કરશે. સાથે જ આ લોકડાઉનને કારણે મુંબઈનાં જે લોકોના જીવનનિર્વાહનો પ્રશ્ર્ન નિર્માણ થયો છે તેમા માટે શાહરુખનું મીર ફાઉન્ડેશન, એક સાથ સંસ્થાસાથે મળીને દરરોજના ભોજનની પણ વ્યવસ્થા કરવાના છે. તેણે ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડી. શિવાનંદના રોટી ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યા છે. જેથી ડેઇલી વેજિસ મજદૂરોને ભોજનની સાથે જ શાકભાજી અને જીવન જરુરિયાતની વસ્તુઓ પુરી પાડવામાં આવે.
કોલકતા નાઈટ રાઈડર્સ અને મીર ફાઉન્ડેશન સાથે મળીને વેસ્ટ બેન્ગાલ અને મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને હેલ્થકેર કર્મચારીઓ માટે 50,000 પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ બનાવવામાં મદદ કરશે. સાથે જ કોરોના વાઈરસને લઇને લોકોમાં સજાગતા પણ ફેલાવશે.શાહરુખની કોલકતા નાઈટ રાઈડર્સ, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ, મીર ફાઉન્ડેશન અને રેડ ચિલીઝ વીઅ
ેફએક્સસાથે મળીને વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરશે. સાથે જ શાહરુખે લોકોને પણ પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપવાની અપીલ કરી છે. આ સંદર્ભે વધુ વિગત આપતાં એક નોટ ટવીટર પર શેર કરીને શાહરુખના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે ટવીટ કર્યું હતું કે આપણે ઘરોમાં સલામત છીએ તો બીજી તરફ અનેક લોકો આપણી સુરક્ષા માટે કામ કરી રહ્યા છે. તેમના સ્વાસ્થ્યની ચિંતા કરતાં અને તેમના કલ્યાણ માટે અમે નાનકડું યોગદાન આપીએ છીએ. અલગ રહીને પરંતુ સાથે મળીને આપણે આ સમસ્યાનો સામનો કરી શકીશું.


Loading...
Advertisement