મહારાષ્ટ્રમાં 14 એપ્રિલ પછી પણ લોકડાઉન લંબાવાશે

04 April 2020 06:15 PM
India
  • મહારાષ્ટ્રમાં 14 એપ્રિલ પછી પણ લોકડાઉન લંબાવાશે

મુંબઈ સહિત રાજયના કેટલાક ભાગોમાં કોરોનાના કેસો વધતા આરોગ્ય પ્રધાનનો સંકેત

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રાજયના આરોગ્ય પ્રધાને પ્રદેશના કેટલાક વિસ્તારોમાં લોકડાઉનની મુદત વધારવા સંકેત આપ્યો છે. મંત્રી રાજેશ ટોળેએ જણાવ્યું હતું કે હાલમાં જ સામે આવેલા કેસો જોતાં રાજયના કેટલાક ભાગોમાં લોકડાઉનની મુદત 14 એપ્રિલ પછી વધારવામાં આવી શકે છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું હતું.વ્યક્તિગત રીતે તે લોકડાઉનની મુદત વધારવાની હિમાયત કરે છે, અને સરકારે આ મુદે કોઈ નિર્ણય કર્યો નથી. મહારાષ્ટ્રમાં કોરોનાના અત્યાર સુધી 490 કેસો નોંધાયા છે અને 26 લોકોના મૃત્યુ થયા છે.ટોપેના આ નિવેદનને મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસોના સંદર્ભમાં જોવામાં આવે છે. મુંબઈ ધારાવી ઈલાકામાં કોરોનાના કેટલાય પોઝીટીવ કેસો મળતા ત્યાં સ્રકમણ રોકવું એક પડકાર બન્યો છે. મુંબઈમાં શુક્રવારે સીઆઈએસએફના 6 જવાનોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. આ બધા મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરજ બજાવતા હતા.


Loading...
Advertisement