કોરોના વાઈરસના પ્રસાર વખતે ડોક્ટરોની વહારે આવ્યાં ડિજિટલ સ્ટેથોસ્કોપ

04 April 2020 06:14 PM
India
  • કોરોના વાઈરસના પ્રસાર વખતે ડોક્ટરોની વહારે આવ્યાં ડિજિટલ સ્ટેથોસ્કોપ

1000-હાલમાં આટલા ઉપકરણો દેશમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યાં છે

મુંબઈ,તા. 4 : ફેસમાસ્ક અને પોર્ટેબલ સેનિટાઈઝેશન ઉપકરણ અને ક્વોરન્ટાઈનના નિયમોના પાલનની ખાતરી કરવા તૈયાર કરાયેલી એપ વિકસાવ્યા પછી આઈઆઈટી-બોમ્બે આયુ ઉપકરણ લાવી છે, જે સ્માર્ટ સ્ટેથોસ્કોપ સપ્લાયના સિધ્ધાંત પર કામ કરે છે. આઈઆઈઇટીના સ્ટુડન્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ઉપકરણ દૂરથી જ છાતીના ધબકારા સાંભળીને એને અન્ય ડોક્ટરો સાથે શેર કરે છે.
કોવિડ19નો રોગચાળો ફેલાયો છે ત્યારથી કેઇએમ હોસ્પિટલમાં આયુ ડિવાઇસ ટીમે ઘણાં ડિજિટલ સ્ટેથોસ્કોપ ડિલિવર કર્યાં છે. હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં પણ ડિજીટલ સ્ટેથોસ્કોપની ડિમાન્ડ આવી છે.
કોરોનાના દરદીઓને શ્ર્વાસ લેવામાં તકલીફ પડે છે એવા સમયે તેમની શ્ર્વાસોછવાસની ક્રિયા અને એને પગલે આરોગ્ય તપાસવા તેમ જ છાતીના ધબકારા સાંભળવા માટે ડોક્ટરો સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. જો કે એનાથી ડોક્ટરોનાં જીવને જોખમ રહે છે. સ્માર્ટ સ્ટેથોસ્કોપ આયુસિન્કનાં ઉપયોગથી પેશન્ટની છાતીના ધબકારા એની સાથે જોડાયેલા લેપટોપ કે મોબાઈલ પર બ્લુટ્રુથની મદદથી રિપોર્ટ પહોંચી જાય છે.
આયુ ઉપકરણના સ્થાપક આદર્શ કે. અને તેમના સાથીદાર દ્વારા વિકસાવવામાં આવેલું આ ઉપકરણ રિલાયન્સ હોસ્પિટલનાં ડો. નામ્બિરાજ કોનાર અને પી.ડી. હિન્દુજાનાં ડોક્ટર લેન્સિલોટ પિન્ટોએ મળીને વિકસાવ્યું છે.


Loading...
Advertisement