સિંગાપોરે પણ આખરે એક માસના સિલેકટીવ લોકડાઉનની જાહેરાત કરી

04 April 2020 06:13 PM
World
  • સિંગાપોરે પણ આખરે એક માસના સિલેકટીવ લોકડાઉનની જાહેરાત કરી

દેશમાં લોકલ-ટ્રાન્સમીશન અને અજાણ્યા સ્ત્રોતથી સંક્રમણના કેસ વધતા ટાપુ રાષ્ટ્ર સ્તબ્ધ

સિંગાપોર: કોરોના સામે લડત આપી રહેવામાં સફળ દેશોની યાદીમાં સ્થાન મેળવનાર સિંગાપોરે હવે કોરોનાની સાંકળ તોડવા માટે હવે એક માસનો લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. સિંગાપોરે આ લોકડાઉનનો તબકકાવાર અમલ કરશે. સીંગાપોરમાં આવશ્યક સેવાઓ અને મહત્વની આર્થિક સેવાઓ સિવાય તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે. અહી સરકોર શાળા-કોલેજો બંધ કરી છે પણ લર્નીંગ-ફ્રોમ હોમ તાત્કાલીક અમલી બનાવી દીધું છે. સિંગાપોરમાં હાલમાં લોકલ ટ્રાન્સમીશન અને કયા સ્ત્રોતથી કોરોના-સંક્રમીત થયા છે તેની જાણ ન હોય તેવા કેસ વધ્યા છે. સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લુંગે જાહેર કર્યુ કે આપણે આગામી થોડા સપ્તાહ મહત્વના છે. કેસીનો થીમ પાર્ક આગામી સપ્તાહથી બંધ થશે. ફુડ, રેસ્ટોરા માર્કેટ, સુપર માર્કેટ, કલીનીક, હોસ્પિટલ, ટ્રાન્સપોર્ટ સહિતની આવશ્યક સેવાઓ બેન્કીંગ સેવા ચાલુ જ રહેશે પણ રેસ્ટોરા, કોફી શોપ, રોડ પરના ફેરીયા, ઝોન, ફૂડ સ્ટોર્સ, ફકત ટેક હોમ ડીલીવરી કરશે.
સિંગાપોર સરકાર તા.5થી દેશના લોકોને માસ્ક આપીને આ લોકડાઉન 1 માસ ચાલશે. માર્ચ માસમાં સિંગાપોરમાં 1000થી વધુ કેસ નોંધાયા હતા.


Loading...
Advertisement