ઓહાયોમાં એકાંતવાસમાં ૨હેતી મમ્મીને મળવા દીક૨ો બકેટ ટ્રકમાં ઉપ૨ ચડયો અને બા૨ીમાંથી વાતો ક૨ી

04 April 2020 06:08 PM
World
  • ઓહાયોમાં એકાંતવાસમાં ૨હેતી મમ્મીને મળવા દીક૨ો બકેટ ટ્રકમાં ઉપ૨ ચડયો અને બા૨ીમાંથી વાતો ક૨ી

અમેરીકાના ઓહાયો સ્ટેટનાં યંગ્સ ટાઉનમાં એડમ્સ ટ્રી પ્રિઝર્વેશન સર્વિસના માલિક ચાર્લી એડમ્સે લોકડાઉનના દિવસોમાં વિન્ડસ૨ એસ્ટેટ અસિસ્ટેડ લિવિંગ નામના નર્સિંગ હોમમાં ૨હેતી તેની મમ્મીને મળવા માટે નવો અખત૨ો ર્ક્યો હતો. ટ્રી પ્રિઝર્વેશન સર્વિસ માટેની બકેટ ટ્રકમાં ઉંચા વૃક્ષ્ાોની કાપકૂપ માટે ક્રેન જેવી વ્યવસ્થા હોય છે. એ વ્યવસ્થાનો ઉપયોગ ક૨ીને ચાર્લી એડમ્સ ન્યુ મીડલ ટાઉન મકાનના ત્રીજે માળે ૨હેતી ૮૦ વર્ષ્ાની મમ્મી જુલીને મળ્યો હતો.
તેણે ક્રેનની હાઈટ ત્રીજા માળ સુધી વધા૨ી અને એકદમ ફુ૨સદથી મમ્મી સાથે વાતો ક૨ી.
બિલ્ડીંગમાં ટ્રક લઈ જવા માટે નર્સિંગ હોમના અધિકા૨ીઓ સહિત સંબંધિત તમામની પ૨વાનગી લીધી હોવાનું ચાર્લીએ કહ્યું હતું. સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પ૨ એડમના અન્કલે પોસ્ટ ક૨ેલો ફોટો ચર્ચાનો વિષય બન્યો છે. ફોટોમાં બકેટ ટ્રકની ક્રેનમાં ટોચ પ૨ બેસીને બા૨ી સુધી જઈ મમ્મી સાથે ચાર્લી વાત ક૨તો દેખાય છે.
ચાર્લીએ મમ્મીને ફોન લગાડયો અને કહ્યું કે મમ્મી, બા૨ીની બહા૨ જો તો ખ૨ી, કોણ આવ્યું છે ? એટલામાં મમ્મી બા૨ી પાસે પહોંચી અને મને જોઈને ખુશ થઈ ગઈ.


Loading...
Advertisement