કોરોના સામે લડવા 130 કરોડ લોકોની શક્તિનો પરચો નવી એનર્જી બિલ્ડઅપ કરીને દેખાડીએ : શાસ્ત્રી

04 April 2020 06:04 PM
India Sports
  • કોરોના સામે લડવા 130 કરોડ લોકોની શક્તિનો પરચો નવી એનર્જી બિલ્ડઅપ કરીને દેખાડીએ : શાસ્ત્રી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે દેશની જનતાને 9 મીનીટ માટે પ્રકાશ ફેલાવવાની કરેલી વિનંતીને સપોર્ટ કરતાં રવિ શાસ્ત્રી અને હરભજનસિંહ પણ આગળ આવ્યા છે. ગઇકાલે દેશની જનતાને સંબોધતાં વડાપ્રધાને રવિવારે એટલે કે આવતીકાલે રાતે 9 વાગ્યે નવ મીનીટ સુધી પોતાના ઘરની લાઈટો બંધ કરીને મોબાઈલ ટોર્ચ, મીણબત્તી કે દીવો કરીને પ્રકાશ ફેલાવવાની અરજી કરી હતી જેને કોરોના સામેના સપોર્ટ સિસ્ટમ તરીકે ગણવામાં આવશે. આ સંદર્ભે ટવીટ કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે પાંચ એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મીનીટ માટે આપણે સાથે મલીને કેન્ડલ, દીવો, ટોર્ચ કે મોબાઈલની ફલેશલાઈટ પ્રગટાવીને 130 કરોડ લોકોની શક્તિનો પરચો બતાવીએ. કોરોના વાઈરસ સામે લડીને એક નવી એનર્જી બિલ્ડઅપ કરીએ.શાસ્ત્રી ઉપરાંત હરભજનસિંહે પણ લોકોને અપીલ કરી હતી. હરભજને કહ્યું કે દરેક વ્યક્તિએ ઘરમાં રહેવાનું છે. અમને અમારા લીડર નરેન્દ્ર મોદી પર ગર્વ છે. બધા ઘેર રહો, સુરક્ષિત હરહો. રવિવારે પાંચમી એપ્રિલે રાતે 9 વાગ્યે 9 મીનીટ સુધી પ્રકાશ ફેલાવીએ. ઘરે રહીને જ કેન્ડલ, દીવો, ટોર્ચ કે મોબાઈલની ફલેશલાઈટ પ્રગટાવીએ. મહેરબાની કરીને કોઇએ સ્તા પર આવવું નહીં.


Loading...
Advertisement