પશ્ચીમ રેલ્વે કોરોનાના દર્દીઓ માટે આવશ્યક સુવિધા સાથે 460 આઈસોલેશન કોચ તૈયાર કરશે

04 April 2020 06:03 PM
Rajkot
  • પશ્ચીમ રેલ્વે કોરોનાના દર્દીઓ માટે આવશ્યક સુવિધા સાથે 460 આઈસોલેશન કોચ તૈયાર કરશે

કોરોનાની મહામારી સામે લડવાની તૈયારીના ભાગરુપે ભારતીય રેલવેએ પોતાના 20,000 રેલ ડબ્બાને ક્વોરન્ટાઈન અને આઈસોલેશન ડબ્બામાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે. આ સંશોધીત 20,000 કોચ આઈસોલેશનની જરુરતો માટે 3 લાખ 20 હજાર સુધી અંદાજીત બેડ સમાવેશ કરી શકશે.
પ્રથમ ભાગમાં 5000 કોચોનાં સંશોધન પર કામ કરવામાં આવશે. જેને આઇસોલેશન ડબ્બામાં પરિવર્તિત કરાશે. આ 5000 કોચમાં 8000 બેડ સુધીની ક્ષમતા હશે એક કોચમાં આઈસોલેશન માટે 16 બેડ હશે. આ ક્રમ મુજબ પશ્ર્ચિમ રેલ્વેએ પણ ડબ્બાને આઈસોલેશન વોર્ડમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે. પશ્ર્ચિમ રેલ્વેએ હોસ્પિટલ ટીમની મદદથી એક વીકમાં 460 કોચને આઇસોલેશન વોર્ડમાં બદલવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
પશ્ર્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જણાવ્યું કે પશ્ર્ચિમ રેલવેએ કુલ 460 કોચ બદલવાનો નિર્ણય લીધો છે. સંદ કરેલ કોચ નોન એસી, સ્લીપર અને સામાન્ય દ્વિતીય શ્રેણીના કોચો છે. આ 460 કોચોમાંથી 170 મુંબઈ મંડળ દ્વારા જ્યારે 45 વડોદરા દ્વારા 75 રતલામથી 70 અમદાવાદથી, 20 રાજકોટથી અને 80 ભાવનગર ડીવીઝન દ્વારા બનાવવામાં આવશે. આ ડબ્બામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.


Loading...
Advertisement