માજોઠીનગરમાં પાડોસીના ઘર પાસે લઘુશંકા કરતા યુવાન પર હુમલો કરી હાથ ભાંગી નાખ્યો

04 April 2020 06:01 PM
Rajkot Crime
  • માજોઠીનગરમાં પાડોસીના ઘર પાસે લઘુશંકા કરતા યુવાન પર હુમલો કરી હાથ ભાંગી નાખ્યો

રાજકોટ તા.4
દુધસાગર રોડ પર માજોઠીનગરમાં પાડોશીના ઘર પાસે લઘુશંકા કરી રહેલા યુવાન પર ત્રણ સગાભાઈઓએ પાઈપ વડે હુમલો કરતા ઘવાયેલા યુવાનને અત્રેની સિવિલમાં ખસેડયો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માજોઠીનગરમાં રહેતા અમીનભાઈ જીવાભાઈ માજોઠી (ઉ.35) નામના યુવાને અજીમ બસીર, વસીમ બસીર અને જુબેદ બસીર સામે થોરાળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
અમીનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ચાલીને જતો હતો ત્યારે બસીરના ઘર પાસે પહોંચતા તેને પેશાબ લાગતા ત્યાં ઉભો રહી ગયો હતો અને અજીમે આવીને કહ્યું કે અમારા ઘર પાસે શા માટે પેશાબ કરો છો? ત્યારબાદ ત્રણેય ભાઈઓએ પાઈપ વડે માર મારતા ત્યાં માણસો ભેગા થઈ જતા નાસી ગયા હતા. ત્યારબાદ 108માં ફોન કરતા અત્રેની સિવિલમાં ખસેડાયો હતો. જેમાં હાથમાં ફેકચર થયાનું જાણવા મળ્યું હતું. આ અંગે થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભુપતભાઈ વસાણીએ વધુ તપાસ આદરી છે.


Loading...
Advertisement