રાજયમાં 3.40 લાખ લોકોને પણ હવે ઘંઉ-ચોખા, દાળ-મીઠુ ફ્રીમાં અપાશે

04 April 2020 06:00 PM
Ahmedabad Gujarat
  • રાજયમાં 3.40 લાખ લોકોને પણ હવે ઘંઉ-ચોખા, દાળ-મીઠુ ફ્રીમાં અપાશે

મુખ્યમંત્રીના સચિવ અશ્ર્વિનીકુમારની જાહેરાત

રાજય સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવતાં 66 લાખ પરિવારોને અનાજ વિતરણ કરી દેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.જોકે વિજયભાઈ રૂપાણીએ આજે પણ અનાજ વિતરણની કામગીરી ચાલુ રહે તે માટે સૂચનાઓ આપી હતી જેના અનુસંધાનમાં મુખ્ય સચિવ દ્વારા રાજ્યના તમામ કલેકટરોને વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી અનાજ વિતરણ ચાલુ રાખવાની સૂચના આપી હોવાનું સ્વીકાર કર્યો હતો જોકે આ વિતરણ બાદ પણ વંચિત રહેલા તાલુકા અને જિલ્લામાં અનાજ વિતરણ મામલે વધારાના એક કે બે દિવસ ફાળવવામાં આવશે તેવી સ્પષ્ટતા રાજ્ય સરકારના અગ્ર સચિવ અશ્વિનીકુમારે વ્યક્ત કરી હતી.
સમગ્ર દેશમાં ચાલી રહેલા લોક ડાઉન અંતર્ગત દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા કરેલા કેટલાક નિર્ણયો ની માહિતી આપતા અગ્રસચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં નેશનલ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ 66 લાખ પરિવારોને સરકાર તરફથી મળવાપાત્ર ઘઉં ચોખા દાળ ખાંડ અને મીઠાનું વિતરણ સુપેરે પાર પાડવામાં આવ્યું છે આ ઉપરાંત વિજયભાઈ રૂપાણી એક મહત્વનો નિર્ણય કરે છે કે અગ્રતા ક્રમ ધરાવતા પરિવારો પૈકી જે પરિવારોનો સમાવેશ થતો નથી તેવા બાકી રહેતા 3 લાખ 40 હજાર પરિવારોને સરકાર ઘઉં ચોખા અને દાળ મફતમાં આપવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું તો બીજી તરફ અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા કક્ષાએ યાદી મુજબ અનાજ ની કીટ આગામી 6 એપ્રિલ એટલે કે સોમવારથી વિતરણ કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી અત્રે નોંધનીય છે કે રાજ્યના અંત્યોદય અને અગ્રતા ક્રમ ધરાવતા 66 લાખ પરિવારોને રાજ્યના તમામ જિલ્લા કલેકટરના સંકલન થી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે પરંતુ હજુ પણ કોઇ વંચિત રહે નહીં તે હેતુથી આજ દિન સુધી એટલે કે એક દિવસની અનાજ વિતરણ ની સમય મર્યાદા વધારી હોવાનો સ્વીકાર કર્યો હતો.


Loading...
Advertisement