લોકડાઉન પછી સુરત સહિતના લેબર આધારીત ઉદ્યોગ માટે મુશ્કેલ દિવસો

04 April 2020 05:48 PM
Surat Gujarat Rajkot
  • લોકડાઉન પછી સુરત સહિતના લેબર આધારીત ઉદ્યોગ માટે મુશ્કેલ દિવસો

કોરોનાના કારણે ઉચાળા ભરી ગયેલા કામદારો ઝડપથી પરત ફરશે નહી: હવે આસપાસના વિસ્તારોમાં જ રોજી શોધે તેવા સંકેત: મહત્વનું તારણ

નવી દિલ્હી તા.4
દેશમાં લોકડાઉનના કારણે લાખો મજુરોએ તેમના રોજગારીના સ્થળેથી વતન ભણી જવા માટે જે દોટ મુકી હતી તેમાં હાલ તો થંભાવી દેવામાં સફળતા મળી છે પરંતુ એક વખત લોકડાઉન પુરુ થયા બાદ આ મજુરોની હિજરત દેશમાં ઔદ્યોગીક ક્ષેત્રને મોટો આંચકો આપે તેવી શકયતા છે અને લાંબાગાળા સુધી તેની અસર દેખાશે.

કોરોના વાયરસ એ માઈગ્રેડ મજુરોને એ સંદેશો આપી દીધો છે કે વતન એ વતન છે અને તે સૌથી સલામત ત્યાં જ છે. સેન્ટર ઓફ ડેવલોપમેન્ટ સ્ટડી થિરૂવન્તપુરમના પ્રોફેસર એસ.રાજન કે જેઓ પોપ્યુલેશન સ્ટડીમાં નિષ્ણાંત ગણાય છે. તેણે જણાવ્યું હતું કે 2008ની આર્થિક મંદીએ એવો સંદેશ આપ્યો હતો કે રોજગાર મહત્વનું છે. પરંતુ કોરોના વાયરસ એ હવે લોકોને એ સંદેશ આપ્યો છે કે અંતરનો ફર્ક પડે છે અને વધુ પડતા લાંબા અંતરે રોજગારી માટે જવાથી સલામતી સામે પ્રશ્ન ઉભા થાય છે.

ડો.રાજનના જણાવ્યા પ્રમાણે માઈગ્રેટ મજુરો કે જેઓ મોટા સીટી છોડીને તેમના વતન પરત ગયા છે તેમાંથી મોટી સંખ્યાના મજુરો પરત આવવાનું પસંદ કરશે નહી અને તેમની આસપાસ ઓછી મજુરી છતા કામ ગોતશે જેના કારણે ગુરુગ્રામ, સુરત કે થિરૂપુર કે જે લેબર આધારીત ઈન્ડસ્ટ્રીઝ ધરાવે છે તેને સૌથી મોટો ફટકો પડશે.

2016-17નો આર્થિક સર્વે કહે છે કે 90 લાખ માઈગ્રેટ મજુરો દેશભરમાં ફરતા રહે છે. જેમાં તેઓ યુપી, બિહારમાંથી દિલ્હી આવવાનું પસંદ કરે છે અને બીજી પસંદગીમાં મુંબઈ છે. જયારે દક્ષિણમાંથી કેરાળા અને સુરતમાં લોકો આવે છે. ગુજરાતમાં આ પ્રમાણે 3.43 લાખ માઈગ્રેટ મજુરો છે. મહારાષ્ટ્રમાં 5.7 લાખ મજુરો છે. જેમાંથી કેટલા પરત ફરશે તે પ્રશ્ર્ન છે.


Loading...
Advertisement