ગ્રામિણ ક્ષેત્રમાં લોકડાઉનની સ્થિતિ અંગે માહિતી મેળવતા મુખ્યમંત્રી

04 April 2020 05:45 PM
Rajkot Saurashtra
  • ગ્રામિણ ક્ષેત્રમાં લોકડાઉનની સ્થિતિ અંગે માહિતી મેળવતા મુખ્યમંત્રી

10 સરપંચો સાથે ઓડિયો વાર્તાલાપ

રાજકોટ તા.4
મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ની અનોખી સંવેદના કોરોના વાયરસ ને કારણે લોક ડાઉન ની હાલ ની સ્થિતિમાં છેક ગ્રામીણ સ્તર ના નાગરિકો પ્રજા વર્ગો ને ગામમાં જ જીવન જરૂરી ચીજ વસ્તુઓ આવશ્યક સેવાઓ નિયમિત મળી રહે તેવા જનહિત અભિગમ થી 10 જેટલા સરપંચો સાથે સીધી વાતચીત કરી ફીડ બેક મેળવ્યા.

વિજય ભાઈ રૂપાણીએ મુખ્ય મંત્રી નિવાસ સ્થાને કાર્યરત કમાન્ડ એન્ડ ક્નટ્રોલ સેંટર ના જન સંવાદ કેન્દ્ર ના માધ્યમ થી રાજ્યના 10 જિલ્લાઓના અંતરિયાળ વિસ્તાર ના નાંદેજ કુનરિયા વડગામ ખોરસા ગઢકા ચંદાવાડા પરિયા ચિખલવાવ સિમલી અને ટીમના ગામ ના સરપંચો ને તેમના ગામમાં લોક ડાઉન ની હાલ ની સ્થિતિ માં રેશન ની દુકાનો પર પૂરતો અનાજ નો પુરવઠો છે કે નહિ.

આરોગ્ય સેવાઓ યોગ્ય મળે છે કે કેમ..ગામમાં સફાઈ ની વ્યવસ્થા તેમજ દૂધ શાકભાજી કરિયાણું જેવી આવશ્યક ચીજ વસ્તુઓ નિયમિત મળે છે કે કેમ તે અંગે ઊંડાણ પૂર્વક વાતચીત કરી ફીડ બેંક મેળવ્યા હતા.


Loading...
Advertisement