ચીન આજે કોરોનાના દિવંગતોને યાદ કરે છે

04 April 2020 05:41 PM
World
  • ચીન આજે કોરોનાના દિવંગતોને યાદ કરે છે

વિશ્વમાં ચીન એ કોરાનાને પીછેહઠ કરવા મજબૂર કર્યો છે અને આજે કોરોનાના કારણે દિવંગત થયેલા હજારો લોકોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલી આપી રહ્યો છે. સવારે 10 વાગ્યાથી ચીનમાં ત્રણ મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું. તમામ કાર તથા જહાજો તેમના સ્થાને થંભી ગયા હતા અને તેઓએ હોર્ન વગાડીને મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી. ઉપરાંત સાયરન પણ વાગ્યા હતા. ચીનનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકયો છે અને આજે એકપણ મનોરંજન કાર્યક્રમ યોજાયા નથી.


Loading...
Advertisement