લોકડાઉનના સમયનો સદઉપયોગ કરી રાજકોટના ડિજીટલ એત્રિપ્રિન્યોર માધવ જસાપરાએ બુક લખી નાખી

04 April 2020 05:32 PM
Rajkot Saurashtra
  • લોકડાઉનના સમયનો સદઉપયોગ કરી રાજકોટના ડિજીટલ એત્રિપ્રિન્યોર માધવ જસાપરાએ બુક લખી નાખી
  • લોકડાઉનના સમયનો સદઉપયોગ કરી રાજકોટના ડિજીટલ એત્રિપ્રિન્યોર માધવ જસાપરાએ બુક લખી નાખી

ગ્રો યોર બીઝનેસ with ગુગલ માય બીઝનેસ બુકનું ઘરથી જ લોંચ

રાજકોટ,તા. 4
વિશ્વમાં 163 બિલીયન સર્ચ સાથે ગુગલ સર્ચ માર્કેટનો 89 ટકા હ્સ્સિો ધરાવી સર્વોપરી છે અને હાલનાં સમયમાં સર્ચ કરવા માટેનાં માધ્યમો પણ બદલાયેલ છે. જેમ કે ગુગલ સર્ચ, ગુગલ મેપ સર્ચ અને ગુગલ વોઇસ સર્ચ વગેરેનો ઉપયોગ નજીકના સ્થળો, હોસ્પિટલ, હોટેલ, સ્કૂલ, કોલેજ, સરકારી સ્થળોની માહિતી મેળવવા માટે થાય છે.

ગુગલ દ્વારા ગુગલ માય બિઝનેસ એક એવી ફ્રી ટુલ શરુ કરવામાં આવ્યું છે જેના દ્વારા વિશ્વમાં દરેક બિઝનેસને પોતાના કાર્ય અંગેની માહિતી લોકલ ક્ષેત્રે દેખાડવા અને ધંધાના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેને લોકલ સર્ચ કહેવામાં આવે છે. વિશ્વમાં કોઇપણ બિઝનેસધારકને નવા-નવા ગ્રાહકો કે ધંધાની નવી નવી માહિતીઓ લોકો સુધી પહોંચાડવા માટે ગુગલ સર્ચ અને ગુગલ મેપ બંનેમાં અપડેટ કરવા ગુગલ માય બિઝનેસનો ઉપયોગ કરે છે.

ગુગલ માય બીઝનેસ ઉપયોગમાં સરળ અને ફ્રી છે.ગુગલ માય બિઝનેસનો ઉપયોગ ભારતના તમામ નાના, મધ્યમ કે લઘુ ઉદ્યોગો વધુને વધુ ઉપયોગ કરી ખુબ વિકાસ કરે તે હેતુથી રાજકોટના ડીજીટલ એત્રિપ્રિન્યોર દ્વારા ગ્રો યોર બિઝનેસ વિથ ગુગલ માય બિઝનેશ નામની બુક પ્રકાશિત થઇ રહી છે. જેમાં ઉંડાણપૂર્વક માહિતી આપવામાં આવી છે.120 પેઇઝની આ બુકમાં બાર વિભાગોમાં તમામ માહિતી આપવામાં આવી છે જેમાં ગુગલ માય બિઝનેસ સેટઅપ કેમ કરવું ?, ગુગલ માય બિઝનેસમાં લિસ્ટીંગ અને તેનુંં મહત્વ, ગુગલ માય બિઝનેસના લેટેસ્ટ અપડેટ, ગુગલ માય બિઝનેસથી લોકલ એસઇઓ કેમ સુધારવું, ગુગલ માય બિઝનેસથી ગુગલ મેપ કેમ સેટ કરવું, ગુગલ માય બિઝનેસ લોકલ 3 પેક્સ મેપમાં કેમ આવવું, ગુગલ માય બિઝનેસ પેઇજનું રેકીંગ કેમ વધારવું સહિતની અનેક માહિતી આપવામાં આવી છે.

આ લોકડાઉનનો સદઉપયોગ કરી રાજકોટના ડીજીટલ એત્રિપ્રિન્યોર માધવ જસાપરા ગ્રો યોર બિઝનેશ વીથ ગુગલ માય બિઝનેશ બુકનું ઘરથી જ લોંચીંગ કરશે. આ ઇ બુક એમેઝોન પરથી ખરીદી શકશે.


Loading...
Advertisement