લોકડાઉનનો ભંગ કરનાર લોકોના પાસપોર્ટ રદ કરવા પગલા ભરાશે

04 April 2020 05:22 PM
Vadodara Gujarat
  • લોકડાઉનનો ભંગ કરનાર લોકોના પાસપોર્ટ રદ કરવા પગલા ભરાશે

વડોદરા પોલીસવડાની ચેતવણી

ચાલુ વર્ષે વિદેશયાત્રાએ જવાનું વિચારો છો?
જો એવું હોય તો લોકડાઉનમાં બહાર નીકળતા પહેલાં સોવાર વિચારજો.
વડોદરા પોલીસે લોકડાઉનના નિયમોનો ભંગ કરનારાઓના પાસપોર્ટ રદ કરવા ભલામણ કરવા નિર્ણય લીધો છે. પોલીસ કમિશ્ર્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે જાહેરનામાનો ભંગ કરવા બદલ ધરપકડ કરાયેલા લોકોની યાદી બનાવાશે.
એક વખત તેમને ઓળખી કાઢયા પછી પાસપોર્ટ ઓફીસ અને ગૃહમંત્રાલયને તેમના પાસપોર્ટ રદ કરવા ભલામણ કરાશે.ગેહલોતે જણાવ્યું હતું કે પાસપોર્ટ ન હોય તેવા લોકોને પણ છોડવામાં નહીં આવે. પાસપોર્ટ માટે અરજી કરવા માંગતા પણ ઘણા હશે. પાસપોર્ટ માટે પોલીસ કિલયરન્સમાં અમે પોલીસ ફરિયાદ અને ધરપકડનો ઉલ્લેખ કરીશું.
કોઈપણ વાજબી કારણ વગર લોકો રસ્તા પર ફરી રહ્યા હોઈ આ કડક નિર્ણય લેવાયો છે.


Loading...
Advertisement