કોરોનાના આતંક વચ્ચે પણ અમેરિકીઓ નુકશાની વળતરના દાવા ફટકારવા લાગ્યા

04 April 2020 05:13 PM
World
  • કોરોનાના આતંક વચ્ચે પણ અમેરિકીઓ નુકશાની વળતરના દાવા ફટકારવા લાગ્યા

અમેરિકી વિમા કંપનીઓ પરેશાન: ચીન પણ ટાર્ગેટ બન્યુ

કોરાનાના કારણે અમેરિકામાં એક તરફ જબરો આતંક છે તો બીજી તરફ અહીની વિમા કંપનીઓ પણ ફફડી ઉઠી છે અને અમેરિકનો કોરોનાના કારણે તેમની જોબ જવાથી કે રોજગારને અસર પડવાથી તેમની માનસિક સ્થિતિ ખરાબ થઈ હોય કે તેમના પ્રવાસમાં વિઘ્ન પહોંચ્યુ હોય તે માટે હવે નાણાકીય વળતર મેળવવા વિમા કંપનીઓ પર ધડાધડ દાવા ફટકારી રહ્યા છે. અમેરિકી સરકારથી લઈને ટુરીસ્ટ એજન્સીઓ અને ક્રુઝલાઈનર ચલાવનારા સામે પણ દાવા થઈ રહ્યા છે તો ચીન પણ આ પ્રકારના દાવામાં ટાર્ગેટ બન્યુ છે. અમેરિકી ચેમ્બર ઈન્સ્ટીટયુટ ઓફ લીગલ રીફોર્મના પ્રમુખ હેરોલ્ડ કીમ ના જણાવ્યા મુજબ હજુ તો આ શરુઆત છે અને અનેક પ્રકારના દાવા થશે. અમેરિકામાં મૃત્યુદર પણ ઉંચો રહ્યો છે. લોકડાઉન જેવી સ્થિતિના કારણે વ્યાપાર ઉદ્યોગો લાખો ડોલરની આવક ગુમાવી રહ્યા છે અને તેઓ વિમા પોલીસીની કલમો તપાસી રહ્યા છે જેમાં આ પ્રકારના રોગચાળાથી થતા આર્થિક નુકશાનને આવરી લેવાયુ છે કે કેમ તેની પુછપરછ કરી રહ્યા છે.


Loading...
Advertisement