રાજકોટમાં નવા 12 શંકાસ્પદ કેસ: સીટીના ત્રણ: 5 મહિનાથી 2 વર્ષ સુધીના 3 બાળકો

04 April 2020 04:58 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં નવા 12 શંકાસ્પદ કેસ: સીટીના ત્રણ: 5 મહિનાથી 2 વર્ષ સુધીના 3 બાળકો

રાજકોટ તા.4
રાજકોટમાં ચાર દિવસથી કોરોનાના કોઈ પોઝીટીવ કેસ નથી ત્યારે આજે વધુ 12 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

રાજકોટ જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ કહ્યું હતું કે નવા 12 શંકાસ્પદ કેસોમાંથી ત્રણ રાજકોટ શહેરના તથા ચાર ગ્રામ્ય વિસ્તારના છે. પાંચ અન્ય જીલ્લાઓના છે. પાંચ મહિનાથી બે વર્ષ સુધીના ત્રણ બાળકોનો પણ તેમાં સમાવેશ થાય છે.

આઈસોલેશન વોર્ડમાં 12 શંકાસ્પદ દર્દી તથા 9 પોઝીટીવ સહિત 21 દર્દીઓ છે. શંકાસ્પદ દર્દીઓના પરીક્ષણ રીપોર્ટ સાંજે આવી જશે.

બીજી તરફ કવોરન્ટાઈન સેન્ટરોમાં પણ સંખ્યા ઓછી થવા લાગી છે. આજની સ્થિતિએ પથિકાશ્રમ તથા ત્રિમંદિર ખાતેના કવોરન્ટાઈન સેન્ટરમાં 17 લોકો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોરોના પોઝીટીવના 10 કેસ નોંધાયા હતા તેમાંથી એકને રજા આપી દેવામાં આવી છે. 9 દર્દીઓ હજુ સારવારમાં છે. છેલ્લા ચાર દિવસથી એકપણ નવા કેસ નોંધાયા ન હોવાથી સરકાર તથા આરોગ્ય વિભાગને રાહત છે.


Loading...
Advertisement