મ્યુ. કોર્પો. દ્વારા શરૂ કરાશે મહોલ્લા કલીનીક : ટૂંક સમયમાં 11 માસના કરાર આધારિત તબીબી સ્ટાફની થશે નિમણુંક

04 April 2020 04:56 PM
Rajkot Saurashtra
  • મ્યુ. કોર્પો. દ્વારા શરૂ કરાશે મહોલ્લા કલીનીક : ટૂંક સમયમાં 11 માસના કરાર આધારિત તબીબી સ્ટાફની  થશે નિમણુંક

73-73 ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓના વોકીંગ ઇન્ટરવ્યુ લઇ ભરતી કરાશે

રાજકોટ,તા. 4
વર્તમાન સમયમાં કોરોનાની મહામારી સહિતના રોગચાળાએ ફુંફાડો માર્યો છે ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિલ્હી સરકારની પેટર્ન મુજબ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં મહોલ્લા ક્લીનીક શરુ કરવા માટેનું આયોજન ઘડી કાઢેલ છે અને આ મહોલ્લા ક્લીનીકો માટે આગામી ટૂંક સમયમાં જ તબીબી સ્ટાફની ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવનાર છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં હાલ અડધો અડધ કર્મચારીઓની જગ્યા ખાલી છે. અપૂરતા સ્ટાફના કારણે શહેરના નગરજનોને જરુરિયાત મુજબની આરોગ્ય સેવા મળી શકતી ન હોવાની પણ ફરિયાદો અવારનવાર ઉઠી રહી છે. આવા સંજોગોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં મહોલ્લા ક્લીનીકો ધમધમતી કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે અમદાવાદ તેમજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ મહોલ્લા કલીનીક શરુ કરવા માટે તબીબી સ્ટાફની ભરતી પ્રક્રિયા આરંભવામાં આવી છે.જેના પગલે હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મહોલ્લા ક્લીનીકો માટે 73 જેટલાં ડોક્ટરો તેમજ અન્ય 73 આરોગ્ય કર્મચારીઓની 11 માસના કરાર આધારિત ભરતી કરવાનો તખ્તો ઘડી કાઢવામાં આવેલ છે. આ તબીબી સ્ટાફની ભરતી વોકઇન ઇન્ટરવ્યુ લઇ કરવામાં આવનાર છે.


Loading...
Advertisement