રાજકોટની જયોતિ સીએનસીનું વેન્ટીલેટર ‘ધમણ’ તૈયાર: સફળ પરીક્ષણ

04 April 2020 04:28 PM
Rajkot Gujarat Saurashtra
  • રાજકોટની જયોતિ સીએનસીનું વેન્ટીલેટર ‘ધમણ’ તૈયાર: સફળ પરીક્ષણ
  • રાજકોટની જયોતિ સીએનસીનું વેન્ટીલેટર ‘ધમણ’ તૈયાર: સફળ પરીક્ષણ
  • રાજકોટની જયોતિ સીએનસીનું વેન્ટીલેટર ‘ધમણ’ તૈયાર: સફળ પરીક્ષણ
  • રાજકોટની જયોતિ સીએનસીનું વેન્ટીલેટર ‘ધમણ’ તૈયાર: સફળ પરીક્ષણ
  • રાજકોટની જયોતિ સીએનસીનું વેન્ટીલેટર ‘ધમણ’ તૈયાર: સફળ પરીક્ષણ

અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં પરીક્ષણ કાર્યવાહી: 10 દિવસમાં વેન્ટીલેટર વિકસાવાયુ: સપ્તાહમાં 1000 વેન્ટીલેટરનું ઉત્પાદન થશે: ગુજરાતમાં હવે અછત નહી રહે- રૂપાણી: ગુજરાતની જરૂરિયાત પૂર્ણ થયા બાદ વેન્ટીલેટર મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજયોને અપાશે: પરાક્રમસિંહ

રાજકોટ તા.4
ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને કદાચ તે વકરે તો આરોગ્ય સવલતો પર્યાપ્ત રહે તેવી આગોતરી તૈયારીના ભાગરૂપે ઘરઆંગણે જ વેન્ટીલેટરનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટની ટોચની કંપની જયોતિ સીએનસીએ વેન્ટીલેટર વિકસાવીને તૈયાર કર્યુ છે. અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું. લીલીઝંડી મળ્યે એક જ સપ્તાહમાં 1000 વેન્ટીલેટર તૈયાર કરી દેવામાં આવશે.

કોરોનાના પોઝીટીવ કેસો વધવા લાગતાની સાથે જ રાજય સરકારે વેન્ટીલેટર સહિતના આરોગ્ય સંસાધનો ઝડપથી વિકસાવવા માટેની તૈયારી શરૂ કરી હતી. ખાનગી કંપનીઓને આહવાન કર્યુ હતું. રાજકોટની મેટોડા સ્થિતિ જાણીતી કંપની જયોતિ સીએનસીએ બીડુ ઝડપી લીધુ હતું. રાજય સરકારે પણ સૈદ્ધાંતિક મંજુરી આપીને તેમાં આગળ ધપવા તથા જરૂરી તમામ સહયોગ પુરો પાડવાનું જાહેર કર્યુ હતું.

કંપની દ્વારા ગણતરીના દિવસોમાં વેન્ટીલેટર વિકસાવી લેવામાં આવ્યું હતું અને આજથી અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ડેમોન્સ્ટ્રેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જયોતિ સીએનસી દ્વારા પ્રાયોગીક ધોરણે પાંચ વેન્ટીલેટર બનાવવામાં આવ્યા છે. અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં તેનું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ આ તકે હાજર રહ્યા હતા.

રાજકોટની જયોતિ સીએનસી તથા અમદાવાદની આરએચપી કંપનીએ સંયુક્ત રીતે વેન્ટીલેટર બનાવ્યા છે. આરએસપીએ ટેકનોલોજી પુરી પાડી છે જયારે જયોતિ સીએનસીએ કોમ્પોનેન્ટ, ઉત્પાદન વગેરેનું કામકાજ સંભાળ્યું છે.

કંપની દ્વારા એક સપ્તાહમાં 1000 ધમણ વેન્ટીલેટરનું ઉત્પાદન થશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ તકે કહ્યું કે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં વેન્ટીલેટરનું પરીક્ષણ સફળ થયુ છે. આ વેન્ટીલેટરને ‘ધમણ-1’ નામ આપવામાં આવ્યું છે. આ વેન્ટીલેટરનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવશે. ગુજરાતમાં વેન્ટીલેટરની કોઈ અછત નહીં રહે અને દેશભરમાં તેની સપ્લાય કરવામાં આવશે.
આ તકે જયોતિ સીએનસીના વડા પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું કે 10 દિવસમાં વેન્ટીલેટર વિકસાવવામાં આવ્યું છે.

10 દિવસમાં 150 લોકોએ દિવસ-રાત કામ કરીને પ્રોજેકટ સફળ બનાવ્યો છે. દેશની જુદી-જુદી 26 કંપનીઓ પાસેથી પાર્ટસ મેળવવા પડયા હતા અને તેમાં રાજય સરકારે સંપૂર્ણ સહયોગ આપ્યો છે. સરકાર તરફથી વેન્ટીલેટરને સર્ટીફીકેટ મળી ગયુ છે અને હવે ઉત્પાદન શરૂ કરવામાં આવશે.


Loading...
Advertisement