પ્રકાશ ન આપતા વીજ ઉપકરણો ચાલુ રાખવા હિતાવહ હોવાનો વીજ કંપનીઓના નામે મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ

04 April 2020 02:54 PM
Jamnagar
  • પ્રકાશ ન આપતા વીજ ઉપકરણો ચાલુ રાખવા હિતાવહ હોવાનો વીજ કંપનીઓના નામે મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ

વીજ પુરવઠાના વિતરણનું નિયમન કરતી કંપનીની કામગીરીને કારણે ટે્રપીંગની સમસ્યા થતી ન હોવાનું કાર્યપાલક ઇજનેરનું નિવેદન

કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં લોક ડાઉન છે ત્યારે વડાપ્રધાન દ્વારા દેશની જનતાને કરેલા સંબોધનમાં રવિવારે રાત્રે 9 વાગ્યે લોકોને પોતાની ઘરની લાઈટ બંધ કરી દીવડા, મીણબતી પ્રગટાવવાની અપીલ કરી છે ત્યારે શહેરમાં લોકો એકી સાથે રાત્રે 9 વાગ્યે લાઈટ બંધ કાર્ય બાદ 9.09 વાગ્યે ફરી લાઈટ શરુ કરશે ત્યારે વોલ્ટેજ વધી જશે જે વીજ ઉપકારણો માટે હાની કારક રહેશે માટે માત્ર લાઈટ બંધ કરી અન્ય ઉપકારનો ચાલુ રાખવા જેથી કોઈ મુશ્કેલી ન આવે. આ અંગે પીજીવીસીએલના અધિકારી દ્વારા જણાવાયું હતું કે જેટકો દ્વારા લોડ મેન્ટેનન્સની કામગીરી થતી હોય છે. જેથી કોઈ મુશ્કેલી આવશે નહી.
રવિવારે વડાપ્રધાન દ્વારા રાત્રીના 9 વાગ્યે સમગ્ર દેશમાં લોકો પોતાની ઘરની લાઈટો બંધ કરી દીવડા, મીણબતી કે પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ શરુ કરવાની અપીલ કરી છે. ત્યારે 9 વાગ્યે જ્યારે દેશના લોકો પોતાના ઘરની ઈલેક્ટ્રીસીટી બંધ કરી દેશે. ત્યારે જનરેશન પ્લાન્ટ પર લોડ એકાએક ઘટી જશે અને જેથી સિસ્ટમ પરનો વોલ્ટેજ એકાએક વધી જશે. ઉપરાંત જ્યારે 9:09 વાગ્યે લોકો એકાએક પોતાના ઘરની ઈલેક્ટ્રીસીટી અને તેની સાથે જોડાયેલા સાધનો શરૂ કરશે ત્યારે સિસ્ટમનો વોલ્ટેજ અચાનક જ જશે. આમ ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા પોતાના ઘરની ઈલેક્ટ્રીસીટી ચાલુ અને બંધ કરવાના કારણે સિસ્ટમમાં વોલ્ટેજનું ફ્લક્ચ્યુએશન નોંધાશે, જે તમારા ઘરના તમામ ઇલેક્ટ્રિકલ ઇકવિપમેન્ટ માટે ઘણું હાનિકારક છે... જેથી બીજા બધા સાધનો ચાલુ રાખી ફક્ત પ્રકાશ ફેલાવનાર સાધનો જેવા કે બલ્બ અને ટ્યુબ્લાઇટ જેવા સાધનો જ બંધ કરવા અને પંખા, કોમ્પ્યુટર, ટીવી, ફ્રીજ, એસી, ઓવન જેવા તમામ સાધનો અચૂક ચાલુ રાખવા જેથી સિસ્ટમમાં વોલ્ટેજનું ફ્લક્ચ્યુએશન થશે નહિ.
સાવચેતીને ધ્યાનમાં લઈ રવિવારે રાતે 9 વાગ્યે ફક્ત પ્રકાશ ફેલાવનાર જ ઇલેક્ટ્રીક સાધનો બંધ કરવા, બીજા બધા સાધનો ચાલુ રાખવા, નહિતર તો એકાએક વોલતેજમાં વધારો ઘટાડો થતાં ઇલેક્ટ્રીક સીસ્ટમ ખોરાવાની શક્યતાને લીધે લાંબો સમય વીજળી વગર રહેવાની નોબત આવી શકે છે આવો મેસેજ જુદી-જુદી વીજ કંપનીઓના નામે સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે.
આ અંગે જામનગર વર્તુળ કચેરીના પીજીવીસીએલ અધિક્ષક મહેતાને પૂછતા તેમને જણાવ્યું હતું કે, જેટકો દ્વારા આ અંગે કામગીરી કરવામાં આવતી હોય છે આવી કોઈ મુશ્કેલી આવવાની શક્યતા નથી તેવું જણાવ્યું હતું.


Loading...
Advertisement