કાલાવડમાં વધુ બે તબિબોએ હોસ્પિટલો શરૂ કરી; કોરોના વચ્ચે લોકોની સેવાનો ધ્યેય

04 April 2020 02:52 PM
Jamnagar
  • કાલાવડમાં વધુ બે તબિબોએ હોસ્પિટલો શરૂ કરી; કોરોના વચ્ચે લોકોની સેવાનો ધ્યેય

ડો. સંઘાણી-ડો. રાબડિયાએ દર્દીઓની સારવાર શરૂ કરતા રાહત

કાલાવડ શહેરમાં પંદર-પંદર હોસ્પિટલો હોવા છતાં પણ આજ ખરા સમયે દર્દીઓને જરુર છે ત્યારે માત્ર ત્રણ તબીબો જ હોસ્પિટલો ખુલ્લી રાખી સેવા બજાવી રહ્યાં છે. હાલ કોરોનાના કહેર અને લોકડાઉન વચ્ચે પોલીસ વિભાગ અને મેડીકલ વિભાગ સતત રાત-દિવસ જોયા વગર સતત પોતાની ફરજ નિષ્ઠાથી બજાવી રહ્યા છે. ત્યારે પ્રાઈવેટ હોસ્પિટલના તબીબોની પણ ફરજ છે કે આ કોરોનાના કહેર અને લોકડાઉનવચ્ચે દર્દીઓની સેવા કરી પોતાની હોસ્પિટલો દિવસ દરમિયાન ખુલ્લી રાખી તંત્રને મદદરુપ બનવું જોઇએ પણ કાલાવડ શહેરમાં તો ઉલ્ટી ગંગા વહેતી થઇ જ્યારે તબીબોને દર્દીઓની જરુરિયાતો હતી ત્યારે તમામ કાલાવડ શહેરના પંદરેક જેટલા તબીબો પોતાની ક્લીનીકો ખુલ્લી રાખી પ્રેકિટસ કરી રહ્યા હતા પરંતુ જ્યારે ખરા સમયે લોકોની સેવા કરવાની જરુર પડી ત્યારે માત્રને માત્ર કાલાવડના ત્રણ જ ડોક્ટરો સિવાય તમામ ડોક્ટરો પોતાનાં ક્લીનીકો બંધ રાખી રફૂચક્કર થઇ ગયા છે જ્યારે આ લોકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે ડો. સંઘાણી, ડો. રાબડીયા અને ડો. સાવલિયા જ માત્ર પોતાની હોસ્પિટલો ખુલ્લી રાખી તબીબી સેવા આપી રહ્યા છે. જ્યારે બીજા બંધ ક્લીનીકો રાખી રફૂચક્કર થઇ ગયેલા ડોક્ટરો ઉપર લોકરોષ જોવા મળી રહ્યો છે.


Loading...
Advertisement