વોર્ડ નં.12માં રક્તદાન કેમ્પ યોજાયો

04 April 2020 02:50 PM
Jamnagar
  • વોર્ડ નં.12માં રક્તદાન કેમ્પ યોજાયો

જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર અસ્લમભાઈ ખિલજી અને સામાજિક કાર્યકર હાજી રિઝવાનભાઈ જુણેજા દ્વારા કોરોનાની મહામારીના લીધે જામનગરની હોસ્પિટલમાં લોહીની ઘટને પહોંચી વળવા, વોર્ડ નં.12માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું. આ તકે અસ્લમભાઈ ખિલજી, હાજી રિઝવાનભાઈ જુણેજા, ડો.તૌસિફખાન પઠાણ, સૈયદ જૈનુલબાપુ, મકબૂલ જુણેજા, મકસુદ સોઢા, મેહબૂબ સોઢા, મોહસીન સોઢા, વેદ પ્રકાશ ભટ્ટ,બિલાલ ચાકી, આરીફ જુણેજા તથા આ ગ્રુપના અન્ય મેમ્બરે જેહમત ઉઠાવી હતી. (તસ્વીર: હિતેશ મકવાણા)


Loading...
Advertisement