વેરાવળ બંદરે પરપ્રાંતિય મજૂરોએ વતનમાં જવા ઉહાપોહ કરતા તંત્ર દોડયું : માછીમારોમાં રોષ

04 April 2020 02:22 PM
Veraval
  • વેરાવળ બંદરે પરપ્રાંતિય મજૂરોએ વતનમાં જવા ઉહાપોહ કરતા તંત્ર દોડયું : માછીમારોમાં રોષ

તમામને સમજાવી મામલો થાળે પડાયો : 7000 લોકો અટવાયા

વેરાવળ તા.4
દર વર્ષે વેરાવળના બંદરમાં માચ્છીમારી કરવા જવા માટેના મંજૂરી કામ અર્થે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત દક્ષિળણ ગુજરાતમાં વસતા ખલાસીઓ મોટી સંખ્યાભમાં ઓગષ્ટીમાં માચ્છીમારીની સીઝનના પ્રારંભે આવે છે અને જુન માસમાં સીઝન પુર્ણ થાય ત્યાયરે પરત વતનમાં જતા રહે છે.
આ રીતે ચાલુ વર્ષે માચ્છીમારીની મંજુરી અર્થે સાત હજારથી વઘુ પરપ્રાંતીય ખલાસીઓ અત્રે બંદરમાં આવેલ હતા.દરમ્યાભન કોરોના મહામારી આવી પડતા તેનું સંક્રમણ અટકાવવા કેન્દ્રા સરકારે દેશમાં ર1 દિવસનું લોકડાઉન અમલી બનાવેલ છે જેના લીઘે વેરાવળ બંદરમાં 4,ર00 થી વધુ ફીશીંગ બોટો લાંગરી ગઇ છે. જેથી આ બોટોમાં કામ કરતા સાત હજાર જેટલા પરપ્રાંતીય ખલાસીઓ બંદરમાં કામકાજ વિના ફસાય ગયા છે અને ચારેક દિવસ પૂર્વે આ ખલાસીઓએ વતન પરત જવા ઉહાપોહ કર્યો હતો જેના પગલે નાયબ કલેકટર, ફીશરીઝ સહિતના અઘિકારીઓ માચ્છીમાર સમાજના આગેવાનો સાથે બંદરમાં દોડી જઇ ખલાસીઓને હાલની પરિિસ્તિ તિથી વાકેફ કરી સમજાવેલ અને તેઓને અહીં જ રહેવા, જમવા સહિતની તમામ સુવિઘા તંત્ર પુરી પાડશે તેવી ખાત્રી આપતા મામલો થાળે પાડયો હતો. આ અંગે ફીશરીઝ અઘિકારી તુષાર પુરોહિતે જણાવેલ કે, હાલ વેરાવળ બંદરમાં આંધ્રપ્રદેશના ર,770 મહારાષ્ટ્રના 1,0પ0, વલસાડ-ઉંમરગાવનાના 3,008 ભાવનગરના રર1 ખલાસીઓ છે. તંત્ર દ્વારા તમામ ખલાસીઓની રહેવા-જમવાની સુચારૂ વ્યવસ્થા કરાઇ છે જેમાં રહેવા માટે ખલાસીઓ જે બોટમાં કામ કરતા હોય તેમાં જ કરાઇ છે જયારે જમવા માટે તેમના બોટ માલીકોને ખલાસીઓને રાશન પુરૂ પાડવા તાકીદ કરી છે. દરરોજ ખલાસીઓને ભોજન વ્યેવસ્0િ8ાત મળે છે કે કેમ....? તેની ખરાઇ પણ કરાઇ રહી છે. આ ઉપરાંત ખલાસીઓને કંઇ સમસ્યાવ હોય તો માછીમાર એસો. સાથે સંકલનમાં રહી તંત્ર કામગીરી કરી રહેલ છે જયારે ખલાસીઓને પરત મોકલાવા માટે સરકાર કક્ષાએથી નિર્ણય આવશે તો કાર્યવાહી કરવામાં આવનાર છે.


Loading...
Advertisement