કોવીડ-19 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ પ્રતિબંધાત્મક આદેશ

04 April 2020 02:20 PM
Surendaranagar
  • કોવીડ-19 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ પ્રતિબંધાત્મક આદેશ

સભા, સરઘસ, મેળાવડા પર પ્રતિબંધ, કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી (દેશ-વિદેશમાંથી) આવતા લોકો માટે 14 દિવસ કવોરેન્ટાઇન ફરજીયાત, કામદારોને પુરતુ વળતર ચુકવવા જાહેરનામુ પ્રસિઘ્ધ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.4
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે નોવેલ કોરોના વાયરસ કોવીડ-19ને પગલે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ લેખિત પરવાનગી વગર વિશાળ સંખ્યામાં લોકો એકઠા થાય તેવા કોઇપણ પ્રકારના કાર્યક્રમો જેવા કે સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા જેવા પ્રસંગો યોજવા નહિ તેમજ યોજ્યા હોય ત્યાં વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહેવું નહિ.
જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તેવા મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા અને નાટયગૃહો સહિતના સ્થળો ઉપરાંત જીમ, સ્પોર્ટસ કોમ્પલેકસ, સ્વીમીંગ પુલ, ડાન્સ ક્લાસ, ગેઇમ ઝોન, ક્લબ હાઉસ, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, રિક્રિએશનકલ વગેરે બંધ રાખવા. શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવું. તમામ હોટલો, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો, મીઠાઇ-ફરસાણની દુકાન, ભોજનાલય, તથા તમામ ખાનગી સ્થળોના સંચાલકોએ નોવેલ કોરોના વાયરસ કોવીડ-19ને ફેલાતો અટકાવવા સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી હાઇજીનની વ્યવસ્થા કરી પૂરતી તકેદારી રાખવી.
જો કોઇપણ વ્યક્તિ, સંસ્થા, કોરોના વાયરસ અંગે કોઇપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડીયા કોઇપણ પ્રકારના માધ્યમ મારફતે ફેલાવશે તો તેને ગુન્હો ગણી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કોઈ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર-દેશમાંથી છેલ્લા 14 દિવસમાં મુસાફરી કરીને આવ્યા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે કંટ્રોલ રૂમ ફોન નં. 02752-222052 અથવા હેલ્પલાઇન નં.104 પર ફરજિયાત જાણકારી આપવાની રહેશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આ હુકમ તા.15 એપ્રિલ-2020 સુધી અમલમાં રહેશે. આ હુકમ સરકારી ફરજ ઉપરના પોલીસ સહિતના કર્મચારી - અધિકારીઓ તથા સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહિ તેમજ હોટેલમાં રહેવા-જમવાની વ્યવસ્થા ધરાવતા હોય તેવી હોટલના સંચાલકોએ હોટલમાં રહેતા ગેસ્ટને જમાડી શકશે અને રેસ્ટોરન્ટના સંચાલકો બહારની વ્યક્તિઓને પાર્સલ સુવિધા આપી શકશે પણ રેસ્ટોરન્ટમાં બેસાડી જમાડી શકશે નહી.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર ઠરશે. લોકડાઉન દરમ્યાન ઉદ્યોગો-વાણિજય સંસ્થા/દુકાનો તેમજ કોન્ટ્રાકટરોએતેમના કામદારોને નિયત થયેલ મહેનતાણું પુરેપુરૂ ચુકવવાનું રહેશે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ બહાર પાડેલું જાહેરનામું સમગ્ર ગુજરાત રાજય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-19) ફેલાયેલ છે. જે બાબતે કેન્દ્રિય ગૃહ મંત્રાલયના જાહેરનામાથી તા.25/3/2020 થી 21 દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકૂફ રાખવા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેને ધ્યાને લઈ લોકડાઉન દરમિયાન સુરેન્દ્નનગર જિલ્લાના રોજગાર પુરા પાડતા ઉદ્યોગો, વ્યાપારીક, વાણિજય સંસ્થા/દુકાનો તેમજ કોન્ટ્રાકટરોને ત્યા કામ કરતાં કામદારો - શ્રમિકોને નિયત મહેનતાણું મળી રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.ઝાલાએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ રોજગાર પુરા પાડતા ઉદ્યોગો, વ્યાપારીક, વાણિજય સંસ્થા/દુકાનો, કોન્ટ્રાકટરોએ તેમના તમામ પ્રકારના કામદારોને લોકડાઉનના સમય દરમ્યાનના તેમના ઉદ્યોગો, વાણીજય સંસ્થા/દુકાનો બંધ રહયા હોઈ તો પણ કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું નિયત થયેલ તારીખે જ કોઇપણ પ્રકારના કપાત વગર પુરેપુરું ચૂકવવાનું રહેશે. તેમજ કામદારો / શ્રમિકો, સ્થળાંતર થતા લોકો સહિત તે જે ભાડાથી રહે છે તેમના રહેઠાણ/મકાનના માલિકોએ એક મહિના સુધી ભાડુ માંગવાનું રહેશે નહીં. ઉપરાંત લોકોએ મકાન માલિક તેમના મકાનમાંથી ભાડે રહેતા શ્રમિકો અને વિદ્યાર્થીઓને તેમની માલીકીની જગ્યા છોડવાનું કહેશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઇ અનુસાર પગલા લેવામાં આવશે તેમજ કોઇપણ ઉદ્યોગો વ્યાપરીક, વાણીજ્યક સંસ્થા / દુકાનો, કોન્ટ્રાકટરો તેમના શ્રમિકોને બળજબરીપુર્વક કામના રહેઠાણના સ્થળને છોડવાનું કહી શકશે નહીં
આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર વિસ્તારમાં તા. 15/04/2020 સુધી અમલમાં રહેશે તથા આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.


Loading...
Advertisement