સુરેન્દ્રનગર કલેકટર કચેરી સામે આજથી ભૂખ હડતાલ શરૂ કરે તે પહેલા જ બે કોંગી ધારાસભ્યોની અટકાયત

04 April 2020 02:18 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર કલેકટર કચેરી સામે આજથી ભૂખ હડતાલ શરૂ કરે તે પહેલા જ બે કોંગી ધારાસભ્યોની અટકાયત
  • સુરેન્દ્રનગર કલેકટર કચેરી સામે આજથી ભૂખ હડતાલ શરૂ કરે તે પહેલા જ બે કોંગી ધારાસભ્યોની અટકાયત

તમામ લોકોને રાશનકાર્ડ પર અનાજ આપવાની માંગ સાથે પાટડી-ચોટીલાના ધારાસભ્યોએ ચીમકી ઉચ્ચારી હતી

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.4
સુરેન્દ્રનગર જિલ્લા ના બે કોંગી દસાડા અને ચોટીલા ધારાસભ્ય એ વિના મુલ્ય જિલ્લા ની જનતા ને રાશન ન આપવા માં આવતા ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે આજે સવારે બંને ધારાસભ્યો ની અટકાયત કરવા માં આવી હતી. લોકડાઉનની પરીસ્થિતીમાં તમામ ગરીબ લોકોને વિના મુલ્ય રાશન ન મળતા ઉપવાસ આંદોલન કરવાની ફરજ ની ચીમકી આપી હતી.
હાલ સમગ્ર દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. ત્યારે તા.ર5મી માર્ચ ના રોજ આપશ્રી દ્વારા રાજયમાં તમામ રેશન કાર્ડ ધારકોને 01/04/2020 થી વિના મુલ્ય તમામ રેશન કાર્ડ ધારકોને અનાજ નો પુરવઠો આપવામાં આવશે તેવી વિશાળ લોકહિતની જાહેરાત કરવામાં આવેલ હતી, પરંતુ હાલ આજે જયારે સરકારશ્રી દ્વારા રેશન નું વિતરણ ચાલુ કરવામાં આવેલ ત્યારે ફકત અંત્યોદય રેશન કાર્ડ ધારકો, અગ્રતા ધરાવતા કુંટુબો (ઙઇંઇં) અને ગઋજઅ રેશન કાર્ડ ધારકો ને જ અનાજનો પુરવઠો આપવામાં આવેલ છે.
સરકાર દ્વારા ગરીબો ને આપવામાં આવેલ વચનની પૂર્તી કરવા વિનંતી છે, અને તમામ રેશન કાર્ડ ધારકોને લોકડાઉન ની પરિસ્થિતીમાં વિના મુલ્ય ત્વરીત રાશનનું વિતરણ થાય તે બાબતે વિશાળ લોકહિતમાં આવતીકાલ સવારે એટલે કે તા. 04/04/2020, સવારે 11:00 વાગ્યા સુધીમાં જરૂરી આદેશો કરશોજી, અન્યથા રાજયના છેવાડા ના ગરીબ લોકોના અવાજને વાચા આપવા આવતીકાલે તા.04/04/2020ના રોજ સવારે 11:30 થી હું (નૌશાદ સોલંકી) અને 63-ચોટીલા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા સુરેન્દ્રનગર કલેકટર કચેરી સામે ખાતે ઉપવાસ કરીશુ જેની ગંભીર નોંધ લેશો તેવું જણાવ્યુ હતુ.
આજે બન્ને ધારાસભ્ય ની અટકાયત કરવા માં આવી છે.ત્યારે દાસડા ધારાસભ્ય નૌશાદ ભાઈ સોલંકી ની કટુડા નજીક થી અને ચોટીલા ધારાસભ્ય ઋત્વિક ભાઈ ને સુરેન્દ્રનગર જિલ્લા ના પ્રવેશ દરમિયાન ધરપકડ કરી હોવા ના સમાચાર સામે આવીયા છે.ત્યારે આચનક બન્ને કોંગી ધારાસભ્ય ની અટકાયત બાદ જિલ્લા કોંગ્રેસ માં રોસ નો માહોલ સર્જાયો છે.. ત્યારે પોલીસ દવારા હાલ અટકાયત કરી હોવા નું બહાર આવીયું છે.ત્યારે આચનક બન્ને ધારાસભ્ય ની અટકાયત બાદ જિલ્લા માં સોપો મચી જવા પામ્યો છે.


Loading...
Advertisement