સુરેન્દ્રનગરમાં ટ્રાફીક બ્રિગેડનું કરાયું સન્માન

04 April 2020 02:17 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં ટ્રાફીક બ્રિગેડનું કરાયું સન્માન

લોકડાઉનના સમયમાં પોલીસની સાથે જ અવિરત સેવા કરતા ટ્રાફીક જવાનોને બિરદાવતા એસપી

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.4
હાલ સમગ્ર દેશમાં કોરોનાવાયરસ ના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે સમગ્ર દેશને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકડાઉનની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે ત્યારે સમગ્ર ગુજરાતને પણ લોકડાઉનમાં સામેલ કરવામાં આવ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 144ની કલમ લગાવી ને સુરેન્દ્રનગર જિલ્લાની જનતાના ઘરમાં રહેવા માટે અને કોરોનાવાયરસ થી બચવા માટે આહવાન કરવામાં આવ્યું છે અને આનું પાલન પણ પોલીસ દ્વારા સારું એવું કરવામાં આવી રહ્યું છે...
સુરેન્દ્રનગર જિલ્લામાં 144ની કલમ ઉપરાંત 135મી કલમ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશ દ્વારા લગાવવામાં આવી છે ક્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા ખોટી રીતે બહાર ના નીકળે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સતત પેટ્રોલિંગ કરી સારી ફરજ બજાવી રહી છે. ત્યારે ખાસ કરીને ટ્રાફિક બ્રિગેડના જવાનો ઓન ડ્યુટી સતત રહે છે.
ટ્રાફિક બ્રિગેડની સારી એવી કામગીરી બજાવવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડ્યા રસ્તા ઉપર નીકળ્યા હતા અને ટ્રાફિક બ્રિગેડમાં ફુલ ફોર્મ અને કોરોના થી બચવા લાયક કપડા કેવા કે મજા માસ્ક અને સંપૂર્ણ યુનિફોર્મ પહેરનાર નું મહેન્દ્રકુમાર બગડીયા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં સુરેન્દ્રનગરના વઢવાણમાં ટ્રાફીક બ્રીગેડ તરીકે ફરજ બજાવતા શેખ સાજીદભાઇ ઇકબાલભાઇ એ કોરોના વાયરસને લઇ બંદોબસ્ત અને અન્ય દિવસોમાં ફરજમાં ઇમાનદારી પુર્વક કામગીરી તેમજ સમગ્ર જીલ્લામાં ટ્રાફિક બ્રીગેડમા પ્રસસનિય કામગીર કરરતા જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્રારા ટ્રાફીક બ્રીગેડમાં વઢવાણ ખાતે ફરજ બજાવતા શેખ સાજીદભાઇ ઇકબાલભાઇ ને પ્રસ્સા પત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.સમગ્ર ગુજરાત અને જીલ્લામાં ટ્રાફિક બ્રીગેડમા સૌ પ્રથમ વખત જીલ્લા પોલીસ વડા દ્વારા સન્માન કરવામાં આવ્યુ છે.


Loading...
Advertisement