મોરબી જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ ધારકોની મુદતમાં કરાયો ત્રણ મહિનાનો વધારો

04 April 2020 02:08 PM
Morbi
  • મોરબી જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ  ધારકોની મુદતમાં કરાયો ત્રણ મહિનાનો વધારો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 4
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના કાર્ડની પુરી થતી મુદતમાં વધારો કરાયો છે. વાત્સલ્ય યોજનાના કાર્ડની તા.31 માર્ચના રોજ પુરી થતી મુદત તા.30 જૂન સુધી લંબાવાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત વાર્ષિક રૂા.4 લાખ કે તેથી ઓછી આવકના દાખલાના આધારે લાભાર્થીઓના કુટુંબોને આ યોજનાના કાર્ડ આપવામાં આવેલ છે. તેમાં રાજ્ય સરકારશ્રીની સુચના મુજબ આવકના દાખલાની મર્યાદાના આધારે આ કાર્ડની મુદત 3 વર્ષની રાખેલ હતી. તેમા ચાલુ વર્ષ 2019-20 તા.31-03-2020 ના રોજ આવકના દાખલાની મુદ્દત પૂર્ણ થતી હોય તેવા આવકના દાખલાની મુદત તા. 30-06-2020 સુધી લંબાવવામાં આવી છે. મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે 10923 જેટલા અમૃતમ વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓના કાર્ડની સમયાવધિ માર્ચ 2020માં પૂર્ણ થતી હતી. હવે આ કાર્ડધારકોને આગામી 30-6-2020 સુધી રિન્યુ કરી શકશે તેમ મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા દ્વારા જણાવાયું છે.


Loading...
Advertisement