વરજાંગજાળીયા ગામે શ્રમિકોને શાકભાજી પૂરા પડાયા

04 April 2020 02:06 PM
Dhoraji
  • વરજાંગજાળીયા ગામે શ્રમિકોને શાકભાજી પૂરા પડાયા

સમગ્ર દેશમાં કોરોના દશિીત હાહાકાર વર્તાવી રહ્યો છે ત્યારે દેશ આખો લોકડાઉન છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની મજુરોની સ્થિતિ ખરાબ છે આજે દસ દિવસ બાદ વાડીએ રહીને મજૂરી કામ કરતા ખેડૂતો પાસે અને મજૂરો પાસે ખાવાની જીવનજરૂરી વસ્તુઓ ખલાસ થઈ જતા ઉપલેટા થી 10 કિલોમીટર દૂર આવેલા વરજાંગ જાળીયા ગામ ના સરપંચ કમલેશભાઈ બાબરીયા અને તેમની ટીમે ગામડામાં ખેતરોમાં કામ કરતા મજૂરોને શાકભાજીની કીટો તૈયાર કરી પહોંચાડવાની પ્રસંશનીય કામગીરી કરી હતી વરજાંગ જાળીયા અને આજૂબાજૂના ગામડા બસો-ત્રણસો ત્રણસો ખેતરોમાં રહેલા મજુરોને તેમના સુધી પહોંચી હતી ને શાકભાજીનું વિના મૂલ્ય વિતરણ કરેલ હતું.


Loading...
Advertisement